હમણાં જ ઉત્તરપ્રદેશના એક ખેડૂતે પોતાનુ ખેતર વેચીને જે રૂપિયા આવ્યા હતા તે બેંકમાં મૂક્યા હતા એનો છોકરો જે માત્ર 14 વર્ષની ઉંમરનો હતો તે તેના પપ્પાનો ફોન લઈ તે એક એપ પર પોતાની જાણ વગર એપ પર જુગાર રમતો હતો જુગાર રમતા રમતા તેના 15 લાખ રૂપિયા જે બેંકમાં ડિપોઝીટ હતા તે હારી ગયો હતો! બાપે છોકરાની પાસે જવાબ માંગતા છોકરાએ કબૂલ્યું હતું કે તમારો ફોન લઈ હું ચોરી છુપીથી ઓનલાઇન ગેમ રમતો હતો તેમાં હું તમામ રૂપિયા હારી ગયો છું. એટલું કહી એ છોકરાએ આપઘાત કરી લીધો હતો.
હાલમાં જ સરકારે ક્રિકેટ પર રમાતા સટ્ટાની અમુક એપ પર પ્રતિબંધ મૂકી દીધો છજુ પ્રતિબંધ મૂકવો જરૂરી છે પૈસાથી રમાતી કોઈપણ ગેમને જુગાર જ ગણવામાં આવે તો તે જુગાર ઓનલાઈન કેમ રમવા દેવામાં આવે છે! તે સરકાર સામે એક પ્રશ્ન છે. નાસમજ છોકરાઓ પિતાનો ફોન લઈ આવી ગેમો રમી પિતાની બેલેન્સ ઝીરો કરી નાખે છે પરિણામે કુટુંબની હાલત ખૂબ જ કફોડી થઈ જતી હોય છે દરેક વાલીઓએ ચેતવા જેવી વાત એ છે કે બેન્કિંગ વ્યવહાર જે ફોનથી થતો હોય તે ફોન લગીરે છોકરાને આપવો જોઈએ નહીં. આપણી જાણ બહાર છોકરાઓ કયા પરાક્રમ કરી નાખે તે તો આપણી બેલેન્સ ઝીરો થયા પછી જ ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.