Vadodara

તરસાલી બાયપાસ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ટ્રક ભટકાતા વિચિત્ર અકસ્માત, કેબિનમાં કચડાઈ જતા ચાલકનું મોત

( પ્રતિનિધી )વડોદરા,તા.16

વડોદરા શહેરના તરસાલી બાયપાસ બ્રિજથી આગળ હાઈવે ઉપર વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી. અમદાવાદ પાર્સિંગના ટ્રકના ચાલકે આગળ ઉભેલી ટ્રકના પાછળના ભાગે ટ્રક અથાડતા ચાલકનું કેબિનમાં કચડાઈ જતા ઘટના સ્થળે મોત થયું હતું. ફાયરબ્રિગેડના જવાનોએ કટર મશીનથી મૃતદેહને બહાર કાઢતા પોલીસે પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.

વડોદરા શહેરના તરસાલી બાયપાસ બ્રિજ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. તરસાલી બ્રિજ ઉપરના સુરત તરફ જવાના માર્ગે આવેલી ગોપાલ કૃષ્ણા હોટલ પાસે એક ટ્રકના ચાલકે પૂર ઝડપે ગફલત ભરી રીતે હંકારી લાવીને હાઇવે પર ઉભેલી અન્ય ટ્રકના પાછળના ભાગે અથડાતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. જેને ગંભીર ઈજા પહોંચવાના કારણે મહારાષ્ટ્રના ટ્રક ચાલક 43 વર્ષીય હારુન શેખનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

બનાવને પગલે ફાયબ્રિગેડના જવાનો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top