SURAT

પાંડેસરાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં લાફાવાળી, દર્દીના સગાએ ડોક્ટરને 12 તમાચા માર્યા

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારના ચિલ્ડ્રન હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક બાળદર્દીના સગાએ નાનકડી વાતમાં ડોક્ટરને તેની જ ઓપીડીમાં ધડાધડ તમાચા માર્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. આ મામલે ડોક્ટરે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરાની કેએસબી ઓલિમ્પિયા ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક બાળદર્દીને તેના સગા લાવ્યા હતા. બાળકની હાલત ગંભીર હોય અને હોસ્પિટલમાં આઈસીયુની સુવિધા ન હોવાથી ડોક્ટરે તે બાળકને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાનું કહેતા દર્દીના સગા ગુસ્સે ભરાયા હતા અને ડોક્ટરને ધડાધડ 12 તમાચા મારી દીધા હતા. ગાળો દીધી હતી. આ વ્યક્તિ નશામાં હોવાનું બહાર આવ્યું છે.

શું થયું હતું?
એક યુવાન નાના બાળકને હોસ્પિટલમાં લાવ્યો હતો. બાળકની સ્થિતિ ગંભીર હતી. ડોક્ટરે તપાસ કરી પરિવારને કહ્યું કે સારવાર માટે બાળકને દાખલ કરવો પડશે. હોસ્પિટલમાં આઈસીયું નથી. તેથી બાળકને અન્ય મોટી હોસ્પિટલમાં લઈ જાવ. આ વાત સાંભળી પરિવાર ગુસ્સે થયો હતો. બાળક સાથે આવેલા ચાર લોકો પૈકી એક વ્યક્તિ નશામાં હતો. શરૂઆતમાં પરિવારે ડોક્ટરની વાત માની લીધી અને થોડી વાર પછી પાછા આવીશું તેમ કહ્યું.

લગભગ 20 મિનિટ પછી નશામાં ધૂત વ્યક્તિ અચાનક હિંસક બની ગયો અને ડોક્ટરની ચેમ્બરમાં ઘુસી ગયો હતો. અંદર જઈ ડોક્ટરને ઉપરાછાપરી 12 તમાચા માર્યા હતા. ગાળો દીધી હતી. ડોક્ટરે કારણ પૂછતા કહ્યું કે બાળકને દાખલ કરવાની કેમ ના પાડી? દરમિયાન હોસ્પિટલનો સ્ટાફ દોડી આવ્યો હતો. ડોક્ટરને બચાવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

Most Popular

To Top