National

PM મોદી અને તેમની સ્વર્ગસ્થ માતાનો AI વીડિયો બનાવવા બદલ કોંગ્રેસ, IT સેલના નેતાઓ વિરુદ્ધ FIR

સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદીનો AI વીડિયો જનરેટ અને શેર કરવા બદલ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હી ભાજપના ચૂંટણી સેલના કન્વીનર સંકેત ગુપ્તાની ફરિયાદ પર નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ફરિયાદ મુજબ 10 સપ્ટેમ્બર, 2025 ના રોજ સાંજે 6:12 વાગ્યે કોંગ્રેસ (INC બિહાર) ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી X હેન્ડલ પર AI દ્વારા જનરેટ કરાયેલ નકલી વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને બિહાર કોંગ્રેસ IT સેલ સાથે સંકળાયેલા નેતાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

ફરિયાદમાં આ આરોપ મૂકવામાં આવ્યો
આ વીડિયોમાં પીએમ મોદી અને તેમની સ્વર્ગસ્થ માતાની છબી ખોટી રીતે બતાવવામાં આવી હતી. ભાજપનું કહેવું છે કે આ વીડિયો માત્ર વડાપ્રધાનની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે બનાવવામાં આવ્યો નથી પરંતુ તે મહિલાઓના ગૌરવ અને માતૃત્વનું પણ અપમાન છે. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 27-28 ઓગસ્ટના રોજ બિહારના દરભંગામાં યોજાયેલી કોંગ્રેસ-આરજેડી મતદાર અધિકાર યાત્રા દરમિયાન પીએમ મોદી અને તેમની માતા વિરુદ્ધ પણ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
અગાઉ ભાજપ અને તેના સાથીઓએ શુક્રવારે કોંગ્રેસ પર તેના બિહાર એકમ દ્વારા સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતાને દર્શાવતો એક કૃત્રિમ બુદ્ધિનો વીડિયો પોસ્ટ કરવા બદલ નિશાન સાધ્યું હતું. ભાજપ અને તેના સાથીઓએ તેને શરમજનક ગણાવ્યું હતું અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે કોંગ્રેસ મોદીને નિશાન બનાવવા માટે કેટલી હદે નીચે જઈ શકે છે. વડા પ્રધાનને નિશાન બનાવવા માટે બિહાર કોંગ્રેસે બુધવારે તેના ‘X’ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં હિન્દીમાં લખ્યું હતું, “સાહેબના સપનામાં માતા આવ્યા… આ વીડિયોમાં મોદીની માતા તેમના રાજકારણની ટીકા કરતા જોવા મળે છે.

Most Popular

To Top