SURAT

વ્યક્તિને કેટલા પ્રમાણમાં એચઆઇવી છે..? તેની માટે સુરતમાં વાઇરલ લોડ પ્રયોગશાળા શરૂ કરાઇ

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં એક નવી પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે. વ્યક્તિને કેટલા પ્રમાણમાં એચઆઇવી છે..? તે જાણવા માટે વાઇરલ લોડ પ્રયોગશાળાનું શરૂ થઇ છે.

15 દિવસના સમયગાળામાં જ હોસ્પિટલમાં 350 થી વધુ લોકોએ ટેસ્ટ કરાવ્યા હોવાનું કહેવાય છે. એચ.આઇ.વી.ની સારવાર માટે હાલમાં સુરતના એઆરટી સેન્ટર ખાતે 5500 જેટલા દર્દીઓ નોંધાયેલા છે અને એચ.આઇ.વી -1 વાયરલ લોડ ટેસ્ટ દ્વારા તમામ દર્દીઓની દેખરેખ રાખી શકાય છે.

નવી સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સુરતની નવી સિવિલમાં કરવામાં આવતી વિવિધ પ્રકારની સારવાર પૈકી સૌથી મહત્ત્વની ગણાતી એચઆઇવીની ટ્રીટમેન્ટ દરમિયાન વ્યક્તિને કેટલા પ્રમાણમાં એચઆઇવી છે. દવા લીધા પછી વ્યક્તિને એચઆઇવીના વાઇરસ ઓછા થયા છે કે નહી..? તે જાણવા માટે સુરતની મેડીકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગમાં એચઆઇવી વાઇરલ લોડ પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે.

આ પ્રયોગશાળા તા. 15મી માર્ચથી શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 350 થી વધુ લોકોએ સારવાર લીધી છે. આ અંગે મેડીકલ કોલેજના ડિન ડો. ઋતંભરા મહેતા અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. શૈલેષ પટેલના જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિને એચઆઇવી થઇ ગયો છે અને જે લોકો એચઆઇવીથી સંક્રમિત થયા છે તેઓના શરીરમાં કેટલા પ્રમાણમાં વાઇરસ છે તે જાણવા માટે આ પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે.

જે વ્યક્તિને દવા આપવામાં આવી છે તે લોકોમાં એચઆઇવીના વાઇરસ ઓછા થયા છે કે નહી..? તેની પણ તપાસ કરવામાં આવે છે. એચ.આય.વી વાયરલ લોડ પ્રયોગશાળામાં જે મશીન મુકાયું છે તેમાં રેડીએશનની શક્યતા ખુબ જ ઓછી છે. એચ.આય.વી સંક્રમણનું નિદાન કરાયેલા તમામ દર્દીઓ સામાન્ય રીતે એઆરટી આજીવન હોય છે.

અત્યાર સુધી સિવિલમાંથી ટેસ્ટ કરાવવા માટે દર્દીને પ્રાઇવેટ લેબમાં મોકલવા પડતા હતા
ડોક્ટરના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી એચઆઇવી સંક્રમિત લોકોને એઆરટી (એન્ટી રીટ્રોવાઇરલ સેન્ટર)માં જે લોકો સારવાર માટે આવતા હતા તેઓને વાઇરલ રોડના ટેસ્ટ માટે બહાર જવું પડતુ હતુ. શહેરની પ્રાઇવેટ લેબમાં આ રિપોર્ટના અંદાજે ચારથી પાંચ હજાર જેટલો ખર્ચ કરવો પડતો હતો. ત્યારે હવે સુરતની નવી સિવિલમાં નવી વાઇરલ લોડ શરૂ થઇ છે તેમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહેશે. જે એચઆઇવી ગ્રસ્ત લોકો માટે ખુબ જ મહત્ત્વની સાબિત થશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top