Vadodara

વડોદરા : સિનિયર એડવોકેટ ભુપેન્દ્ર પ્રજાપતિએ જુનિયરની પત્ની પર ગુજાર્યુ દુષ્કર્મ

જો તું શરીર સંબંધ નહીં બાંધવા દે તો તારા પતિને રેપ કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી, મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે એડવોકેટની ધરપકડ કરી



વડોદરા તારીખ 12
આજવા રોડ પર રહેતા સિનિયર એડવોકેટ ભુપેન્દ્ર પ્રજાપતિએ પોતાના જન્મદિવસની પાર્ટીના દિવસે પતિને બાઈટિંગ લેવાના બહાને મોકલ્યા બાદ તેમની પત્ની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પતિ પાસેથી લેવાના 3 લાખ રૂપિયાના બદલામાં શરીર સંબંધ બાંધવા દેવા
માટે મહિલાને દબાણ કર્યું હતું. જો તું શરીર સંબંધ નહીં બાંધે તો તારા પતિને રેપ કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી. મહિલા પર આ એડવોકેટે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાએ ફરિયાદ નોંધાવતા બાપોદ પોલીસે એડવોકેટની ધરપકડ કરી છે.
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી સોસાયટીમા રહેતા એડવોકેટ ભુપેન્દ્ર પ્રજાપતિએ ગત 27 જૂનના રોજ જન્મ દિવસની પાર્ટીનુ આયોજન કર્યું હતુ. પાર્ટીમાં તેમના જુનિયર વકીલના પત્ની સહિતના મહેમાન આવ્યા હતા. મકાનના ટેરેસ પર પાર્ટી રાખી હતી. તમામ લોકો દારૂ પીતા હતા અને પાર્ટી ચાલતી હતી તે દરમિયાન બાઈટિંગ ખૂટી ગયું હતું. ત્યારે આ એડવોકેટ ભુપેન્દ્ર પ્રજાપતિએ તેના મિત્ર રવિ નવાડેને બાઈટીંગના પેકેટ લેવા જવા માટે કહયુ હતુ. ત્યારબાદ ભુપેન્દ્ર પ્રજાપતિએ મહિલાના પતિને રવિને યાદ રહેતું નથી તેમ કહી બાઈટિંગ લેવા તેની સાથે મોકલ્યા હતા. જુનિયર વકીલના પત્ની ટેરેસની સીડીઓ ઉપર બેઠા હતા ત્યારે ભુપેન્દ્ર પ્રજાપતિ તેમની પાસે આવ્યો હતો અને આજે તેનો બર્થ ડે છે જેથી થોડું તો પીવું પડશે, તેમ જણાવી જબરદસ્તીથી દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ કેક લેવા જવાના બહાને રુમમા લઈ જઈને મહીલા સાથે શારીરિક અડપલા કર્યા હતા. ત્યારબાદ જન્મદિવસની ગિફ્ટ તેમજ ત્રણ લાખ રૂપિયા આપવાના છે તેના બદલામાં મહિલાને તેની સાથે શરીર સંબંધ બાંધવા પડશે તેમ જણાવ્યું હતું. જો શરીર સંબંધ નહીં બાંધે તો તારા પતિને કામ નહીં અપાવુ અને તારા પતિ પર ખોટો રેપનો કેસ કરી ફસાવી જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી હતી.જેથી મહિલા ગભરાઈ ગઈ હતી ત્યારે એડવોકેટ ભુપેન્દ્ર પ્રજાપતિએ મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. ઘરે ગયા બાદ મહિલાએ તેમના વકીલ પતિને આ બાબતે જાણ કરી હતી. જેથી મહિલાએ બાબત પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે એડવોકેટ ભુપેન્દ્ર પ્રજાપતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top