પ્રતિનિધિ સંખેડા
તા:૧૨/૦૯/૨૦૨૫
સંખેડા સામુહિક આરોગ્ય કેન્દ્ર નગર અને તાલુકા માટે આશીર્વાદરૂપ છે આસ પાસના ગ્રામ્ય વિસ્તારના સંખ્યાબંધ દર્દીઓ અહીં સારવાર લેવા આવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટ્રીટ લાઈટ બંધ પડી હોવાને કારણે કેમ્પસમા અંધારપટ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેને કારણે રાત્રી સમયે આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.
મુખ્ય પી.એમ. રૂમ તરફ જવાના માર્ગ ઉપર અંધારપટ હોવાને કારણે રાત્રીના પી.એમ અર્થે આવતા લોકોને હાલાકી પડતા સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા માંગ ઉઠી રહી છે. સંખેડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંખ્યા બંધ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે રાત્રી સમયે આવતા દર્દીઓને સામુહિક આરોગ્ય કેન્દ્રની પી.એમ. રૂમ તરફની લાઈટો બંધ રહેતા ભારે હાલાકી
પડતી હોય છે.

છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ પડી છે જેને કારણે અંધારપટ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જ્યારે કોઈ સગાને લઈ પી.એમ અર્થે આવવાનું થાય તો ભારે જહેમત બાદ પી.એમ રૂમ સુધી જવું પડે છે.

હોસ્પિટલની સ્ટ્રીટ લાઈટ ચાલુ ન કરતા દર્દીઓ તેમજ સબંધીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. તો તબીબોને પણ હાલાકી પડી રહી હોય તંત્ર દ્વારા વહેલી તકે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
સુરેન્દ્રસિંહ ચાવડા, સંખેડા