Vadodara

વગદાર આરોપી ડોક્ટર ચિરાગ બારોટને પકડવામાં પોલીસ દ્વારા ઢીલી નીતિ કેમ ?

કોર્ટમાંથી ભાગેલા આરોપીને પોલીસ દ્વારા ગણતરીના કલાકોમા ઝડપી પડાયો

ડોક્ટર આગોતર જામીન અરજી મુકે તેના માટે સમય અપાઇ રહ્યો છે ?

પ્રતિનિધિ વડોદરા તા.11
મહિલા તબીબી પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર સયાજી હોસ્પિટલના સિનિયર ડોક્ટર ચિરાગ બારોટ પોલીસની ધરપકડથી બચવા ભાગતો ફરતો રહે છે. ફરિયાદ નોંધાયાને ત્રણ જેટલા દિવસ થયા છે ત્યારે આ ડોક્ટર વગદાર હોય તેને પકડવામાં આવતો નથી તથા આગોતરા જામીન અરજી માટે સમય અપાઇ રહ્યો તેવી ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કોર્ટમાંથી ભાગેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો ત્યારે વગદાર સાધન સંપન્ન ડોક્ટરને પકડવામાં કેમ ઢીલી નિતી અપનાવાઇ રહી છે?
વડોદરા શહેરમાં આવેલા સયાજી હોસ્પિટલમા સિનિયર ડોક્ટર ચિરાગ બારોટ દ્વારા વર્ષ 2008થી મહિલા તબીબ સાથે પ્રેમ સંબંધ બાંધ્યાં હતા. ત્યારથી તેઓએ મહિલા તબીબ સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારે પ્રેમ સંબંધના કારણે મહિલાએ પોતાના પતિને છુટાછેડા પણ આપી દીધી હતા. ઘણા વર્ષોથી મહિલા તબીબી સાથે વારંવાર દુષ્કર્મ ગુજારવા છતાં આખરે લગ્ન કરવાની ચિરાગ બારોટે ના પાડી દીધી હતી. જેથી મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ રૂપિયે પૈસે સાધન સંપન્ન ડોક્ટર ચિરાગ બારોટ પોલીસ ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તેને ઝડપી પાડવા માટે ધમપછાડા કરવામાં આવી રહ્યા છે. તાજતેરમા કોર્ટમાં ભાગેલા હત્યાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના કલાકોમાં સુરતથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે આ વગદાર ડોક્ટરને પકડવામાં પોલીસ દ્વારા કેમ નિરસતા દાખવવામાં આવી રહી છે કે પછી આરોપીને આગોતરા જામીન અરજી મુકવા માટે તથા ભાગવાનો સમય આપવામાં આવી રહ્યો હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ફરિયાદ નોંધાયાને ત્રણ જેટલા દિવસ થઇ ગયા હોવા છતાં હજુ સુધી ભાગતો ફરતો આરોપી ડોક્ટર ચિરાગ બારોટ પોલીસથી પકડાયો નથી ત્યારે અનેક તર્ક વિતર્ક સર્જાઇ રહ્યાં છે.

Most Popular

To Top