વીસીની સાયકલોજી વિભાગમાં વિવિધ પ્રશ્નો અંગે ફેકલ્ટીના વડા અને શિક્ષકો સાથે ચર્ચા
વિદ્યાર્થીઓ માટે નવી ટેક્નોલોજી સહિતની સુવિધા માટે વ્યવસ્થા થશે

( પ્રતિનિધી )વડોદરા,તા.11
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વીસીએ આજે ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સાયકોલોજી ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ડિપાર્ટમેન્ટ અને તેમાં ચાલતા કોર્સ અંગે માહિતી મેળવી હતી. જ્યારે ડિપાર્ટમેન્ટના વડા અને શિક્ષકો દ્વારા વિવિધ પ્રશ્નો મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી.


વડોદરા : એમ.એસ.યુનિવર્સિટી નવા વીસી પ્રોફ ડો.ભાલચંદ્ર મહાદેવ ભણગે દ્વારા યુનિવર્સિટીના જુદાજુદા ફેકલ્ટીની મુલાકાત કરવામાં આવી રહી છે. ત્યારે ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સાયકોલોજી ડિપાર્ટમેન્ટની મુલાકાત દરમિયાન વડા અને શિક્ષકો દ્વારા વીસીને ફેકલ્ટી વિશે માહિતી આપવામાં આવી હતી.સાથેજ તેમણે વિદ્યાર્થીઓને વધુ લાભ મળે તેવી સુવિધાઓ ઉભી કરવા પર ભાર મુક્યો હતો. એમ.એસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ડિપાર્ટમેન્ટના ઈન્ચાર્જ હેડ આશુતોષ બિસ્વાલ ડીન, પ્રોફેસર સહિત શિક્ષકો તથા એક્સપરિમેન્ટ સ્કૂલના ગુજરાતી મીડીયમના પ્રિન્સિપલ નીલમબેન પંડ્યા , ઇંગ્લીશ મીડીયમના પ્રિન્સિપલ જ્યોતિ વર્મા અને ફેકલ્ટીના ચારેય ડિપાર્ટમેન્ટ હેડ ડો.રશ્મિન સોમપુરા, પ્રો.કે.પુષ્પનાદમ , વિકાસ પ્રજાપતિ ,ડીન, પ્રોફેસરો અને શિક્ષકો હાજર રહ્યા હતા. જેઓ દ્વારા યુનિવર્સિટીની ફેકલ્ટી અને કયા કોર્સ ચાલે છે તે વિશે માહિતી આપી હતી. ત્યારબાદ વાઈસ ચાન્સેલરે લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ માટે નવી ટેક્નોલોજી સહિતની સુવિધા માટે વ્યવસ્થા થશે તેમ જણાવ્યું હતું.