વપરાશ વધુ અને બિલ ઓછું આવતા MGVCL ચોંક્યું, ચેકીગ હાથ ધરતા ગેરરીતિ ઝડપાઈ
લેબ ટેસ્ટિંગ બાદ દંડ સાથે બિલ આપવામાં આવશે,બી૧૦૯માંથી ૩૨ વીજ મીટરમાં છેડછાડની પુષ્ટિ
શંકાસ્પદ વીજ મીટરોમાં લોડ ચેક કરાયા
દાહોદ: એમજીવીસીએલની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લોડ વધારે હોવા છતાં બિલ ઓછું આવતું હોવાનું ધ્યાને આવતા યાંત્રિક ઉપકરણો સાથે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી જેમાં વીજ વાયરમાંથી નીકળતા લોડ, અને મીટરમાં ડિસ્પ્લે થતા રીડિંગ, તથા જે તે ઘરોમાં વપરાશમાં લેવાતા યાંત્રિક ઉપકરણોની ચકાસણી હાથ ધરતા ઘણી ખરી વિસંગતતાઓ જોવા મળતા એમજીવીસીએલ દ્વારા તાત્કાલિક ચેકિંગ હાથ ધરી જે જગ્યાએ વીજ મીટરમાં શંકા લાગી ત્યાં મીટર જપ્ત કરી, સ્થળ પર જે તે ઘરના લોડ, અને યાંત્રિક ઉપકરણો અંગેની યાદી પંચનામાં સહિત કરવામાં આવી હતી. શહેરના રળીયાટી, ગોધરા રોડ તેમજ દર્પણ ટૉકીઝ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં, મશીન દ્વારા વાયરોમાં ચેક કરતા તેનો લોડ અલગ અને મીટરનો લોડ અલગ અલગ જોવા મળતા ૨૮ જેટલા શંકાસ્પદ વીજ મીટરો જપ્ત કરી લેબ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હતા. અને તેમની સ્થાને નવા મીટર લગાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ૨૮ લોકોને નોટિસ આપી રૂબરૂ કચેરી બોલાવવામાં આવ્યા હતા. તેમની સામે જ લોડ પ્રમાણે દંડની રકમ નક્કી થશે, જો તાત્કાલિક દંડ નહીં ભરે તો વીજ કનેક્શન કપાશે .