SURAT

સુરતના લસકાણામાંથી યુવકનું કપાયેલું માથું મળતાં અરેરાટી ફેલાઈ, પોલીસ દોડતી થઈ

સુરતઃ શહેરના લસકાણા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંના વિપુલનગરમાં એક યુવકનું કપાયેલું માથું મળી આવતા અરેરાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતા લસકાણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દોડી ગઈ છે. માથું મળ્યું તેનાથી દૂર એક રૂમમાંથી યુવકનું ધડ પણ મળ્યું છે. કોઈકે હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની આશંકા છે. પોલીસે મૃતકની ઓળખ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઘટના લસકાણાના ડાયમંડ ઈન્ડસ્ટ્રી પાર્ક નજીક બની છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
ડીસીપી આલોક કુમારે કહ્યું કે, મૃતકની ઓળખ કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. જ્યાંથી મૃતકનું ધડ મળ્યું તે રૂમ ઘણા સમયથી ખાલી હતો. રૂમની અંદર ધડ મળ્યું છે, જ્યારે ત્યાંથી 200 મીટર દૂર માથું મળ્યું છે. હાલ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top