બ્રાઝિલનું એક અનોખું કપલ આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ કપલને જોઈને કોઈ પણ એમ ન કહે કે તેઓ મેડ ફોર ઈચ અધર છે. તેમ છતાં એ હકીકત છે કે આ કપલ હાલ તો હેપિલી મેરિડ છે. આ કપલ બ્રાઝિલનું છે. કપલની હાઈટ તેઓને એકબીજાથી અલગ પાડે છે. સામાન્ય રીતે કપલમાં પતિની હાઈટ વધુ અને પત્નીની ઓછી હોય છે, પરંતુ અહીં ઉલટું છે. વળી એકાદ-બે ઈંચનો ફરક હોય તો સમજ્યા અહીં તો પતિ કરતા પત્ની દોઢ ફૂટ લાંબી છે.
બ્રાઝિલની એક 6 ફૂટ 9 ઇંચની મહિલાએ 5 ફૂટ 4 ઇંચના પુરુષ સાથે લગ્ન કર્યા છે. જ્યારે તે બંને ઘરની બહાર નીકળે છે ત્યારે લોકોની નજર તેમના પર રહે છે. મહિલાએ જણાવ્યું કે કેવી રીતે તેની ઊંચાઈને કારણે તેને લોકોની નજરો અને વિચિત્ર પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તેમની પ્રેમકથા અને લગ્નજીવનની ચર્ચા ઓનલાઈન વાયરલ થતી રહે છે.
લોકો એકટીશે જોયા કરે છે
ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, બ્રાઝિલની એલિસેન દા ક્રુઝ સિલ્વા તેના દેશના મોટાભાગના લોકો કરતા ઊંચી છે. તેની ઊંચાઈ 6 ફૂટ 9 ઇંચ છે. તેણીએ કહ્યું કે જ્યારે તે તેના પતિ સાથે બહાર જાય છે જે તેના કરતા દોઢ ફૂટ નાનો છે, ત્યારે લોકો સ્મિત કરે છે અને તેની સામે જુએ છે. તેણીએ કહ્યું કે મને તેની કોઈ પરવા નથી.
બિમારીને લીધે હાઈટ વધી
એલિસન દા ક્રુઝ સિલ્વાની ઊંચાઈ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણી વધારે છે. તેનું કદાવરપણું પિચ્યુટરી ગ્રંથિ પર ગાંઠને કારણે થતી તબીબી સ્થિતિ છે. આ કારણે તેની ઊંચાઈ સામાન્ય કરતા થોડી વધારે છે.
રોમેન્ટિક રિલેશન માટે ઊંચું કદ પડકાર હતો
સિલ્વાએ સમજાવ્યું કે કેવી રીતે તેની ઊંચાઈ હંમેશા તેના માટે એક પડકાર રહી છે. તે એક મોટો અવરોધ હતો. ખાસ કરીને જ્યારે રોમેન્ટિક રિલેશન શોધતી વખતે. તેના પતિ અને પ્રેમમાં પડવાનું વર્ણન કરતા સિલ્વાએ કહ્યું કે આઠ વર્ષ પહેલાં જ્યારે તે સેલિનોપોલિસમાં તેના ઘરની નજીક કામ કરતી હતી ત્યારે તેની પહેલી નજર ફ્રાન્સિનાલ્ડો દા સિલ્વા કાર્વાલ્હો પર પડી.

સિલ્વા તેને જોતાની સાથે જ તેના પ્રેમમાં પડી ગઈ. બંને તરત જ એકબીજા પ્રત્યે આકર્ષાયા. ફ્રાન્સિનાલ્ડોએ એમ પણ કહ્યું કે તેને પહેલી નજરમાં જ સિલ્વા સાથે પ્રેમ થઈ ગયો અને ટૂંક સમયમાં બંનેએ એકબીજાને પોતાની લાગણીઓ જણાવી. ફ્રાન્સિનાલ્ડોએ કહ્યું કે તે એક સુંદર વ્યક્તિ છે. તે ઉંચી છે પણ ખૂબ જ સુંદર છે અને તેનો ચહેરો પણ ખૂબ જ સુંદર છે. બંનેએ મુલાકાતના બે વર્ષ પછી જ લગ્ન કરી લીધા અને થોડા સમય પછી તેમને એક પુત્ર થયો, જેનું નામ એન્જેલો છે અને તે હવે ત્રણ વર્ષનો છે.
વિચિત્ર રિએક્શનનો સામનો કરવો પડે છે
ઘરમાં પ્રેમાળ સંબંધમાં રહેતા હોવા છતાં આ દંપતી નિયમિતપણે ઓનલાઈન અને વાસ્તવિક દુનિયામાં ટીકાનો સામનો કરે છે. આ દંપતીએ સ્વીકાર્યું કે જ્યારે અમે જાહેરમાં જઈએ છીએ, ત્યારે લોકો અમારી સામે જુએ છે અને સ્મિત કરે છે. સિલ્વાએ કહ્યું કે ભલે લોકો અમને કંઈ ન કહે, પણ અમે સમજી શકીએ છીએ કે તેઓ અમને જજ કરી રહ્યા છે. કેટલાક લોકોનો પૂર્વગ્રહ ખૂબ જ મજબૂત હતો. મેં ઘણું સહન કર્યું અને હું હતાશ થઈ હતી.
પરિવારને પણ પહેલાં વિચિત્ર લાગ્યું પછી સપોર્ટ કર્યો
મારા પોતાના પરિવારના સભ્યો પણ શરૂઆતમાં અમારા પ્રેમ સંબંધ વિશે શંકાસ્પદ હતા. જ્યારે ફ્રાન્સિનાલ્ડોના પરિવારને પૂછવામાં આવ્યું કે તેઓ આ સંબંધ વિશે શું વિચારે છે, ત્યારે તેમણે સ્વીકાર્યું કે તેમને તે ‘વિચિત્ર’ લાગ્યું. સિલ્વાના કાકી સોકોરોએ કહ્યું, હાઈટને લીધે મને તે થોડું વિચિત્ર લાગ્યું. મને લાગ્યું કે આ લગ્ન ટકશે નહીં. ખાસ કરીને જ્યારે તમે કહ્યું હતું કે તમે સાથે રહેવાના છો. પરંતુ જ્યારે એ સ્પષ્ટ થયું કે બંને એકબીજાને કેટલા ખુશ કરે છે, ત્યારે તરત જ અભિપ્રાય બદલાઈ ગયો. ફ્રાન્સિનાલ્ડોની માતાએ કહ્યું, મને લાગે છે કે તે સુંદર છે, તેઓ બંને ખુશ છે.