સુરતઃ સુરત શહેરે સ્વચ્છતાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. સુરતને વાયુ સ્વચ્છ સર્વેક્ષણ ક્ષેત્રમાં નેશનલ એવોર્ડ મળ્યો છે. સતત બીજા વર્ષે શહેરે રાષ્ટ્રીય કક્ષાએ ટોપ 3 શહેરોમાં સ્થાન મેળવ્યું છે.
- સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે નેશનલ એવોર્ડ મળ્યો
- દેશના ટોપ 3 શહેરોમાં સુરત શહેરનો સમાવેશ
- સતત બીજા વર્ષે સુરત શહેરને રાષ્ટ્રીય કક્ષાએ ટોપ 3 શહેરોમાં સ્થાન મળ્યું
આજે તા.9 સપ્ટેમ્બર 2025(મંગળવાર)ના રોજ, ગંગા ઓડિટોરિયમ, ઇંદિરા પર્યાવરણ ભવન, નવી દિલ્હીખાતે પ્રતિષ્ઠિતસ્વચ્છ વાયુ સર્વેક્ષણ નેશનલ લેવલ એવોર્ડનો વિતરણ સમારોહ યોજાયો હતો. પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા સુરત શહેર માટે મેયર દક્ષેશ માવાણી તથા મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ, IASને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025 (Swachh Vayu Sarvekshan 2025) જે દેશના 130 શહેરોમાં યોજાયો હતો, તેમાં સુરત શહેર ટોપ 3 શહેરોમાં સ્થાન પામ્યું છે. સુરત ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલું એકમાત્ર શહેર છે અને સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે.
સ્વચ્છ સર્વેક્ષણ 2024માં પણ સુરત શહેરને Super Swachh League City તરીકે સર્વાધિક માર્ક્સ પ્રાપ્ત થયા અને આ એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ સુરતને ભારતનું No. 1 Cleanest City જાહેર કરવામાં આવ્યું હતું અને એવોર્ડ રાષ્ટ્રપતિએ પ્રદાન કર્યો હતો.
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પ્રોગ્રામ હેઠળ શહેરોની રેન્કિંગ માટે નીચેના મુખ્ય માપદંડો આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું
- Solid Waste Management દ્વારા વાયુ પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસો
- Road Dust Controlમાટે મશીનરી સ્વીપિંગ, sprinkling અને dust suppression પગલાં
- Construction & Demolition Waste Management ની અસરકારક વ્યવસ્થા
- વાહન તથા ઔદ્યોગિક ઉત્સર્જન (Vehicular & Industrial Emission)માં ઘટાડો
- Renewable Energy / Green Energy Adoption વધારવા માટેના પ્રયત્નો
- PM10 જેવા ધૂળના કણો અને અન્ય પ્રદૂષકોના સ્તરમાં ઘટાડો
- આ સિદ્ધિઓ સુરત શહેરને રાષ્ટ્રીય સ્તરે એક આદર્શ મોડલ તરીકે સ્થાપિત કરે છે, જે દર્શાવે છે કે શહેરે સ્વચ્છતા, વાયુ ગુણવત્તા સુધારણા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં આગવું સ્થાન મેળવ્યું છે.