
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી તેઓની જીવન યાત્રાના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે.ત્યારે વડોદરા શહેર સાંસ્કૃતિક સમિતિ અને વીસીસીઆઇના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જીવન આધારિત “નમોત્સવ” મહાનાટીકા મેઘા શો નું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની રૂપરેખા આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં ભાજપા મહાનગર અધ્યક્ષ ડો. જય પ્રકાશભાઈ સોની તથા વડોદરા શહેર સંસ્કૃતિ સમિતિના સભ્યો, અને વીસીસીઆઇના ચેરમેન હિમાંશુભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વડોદરા કર્મભૂમિ રહેલી છે. તેઓની જીવનયાત્રાના મહત્વપૂર્ણ વર્ષો વડોદરાની ભૂમિ પર વિતાવ્યા છે. સંઘના પ્રચારકથી શરૂ કરેલ જીવન યાત્રા ગુજરાતના મુખ્યમઁત્રી થી દેશના વડાપ્રધાન પદ ઉપર બિરાજમાન થઈ વિશ્વમાં ભારતીયોનું ગૌરવ વધારી વિશ્વના નેતૃત્વની પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. શ્રી મોદીજી એ દેશવાસીઓની સેવામાં દિવસ રાત એક કરી જીવનના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે તેઓની જીવન યાત્રા અને દેશ માટે કરેલ સંઘર્ષની ગાથા પ્રજાને પ્રેરણા આપે અને આવનાર નવયુવાન પેઢીને તેઓના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોની માહિતી મળે તે હેતુથી તા. 10 /9/2025 બુધવારના રોજ સાંજે 7:00 કલાકે ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર સા’ઈરામ દવે દિગદર્શિત મહાનાટ્ય” નમોત્સવ”મેઘા શો નવલખી મેદાન ખાતે યોજવામાં આવેલ છે. આ નાટય શો માં ગુજરાતના 150 જેટલા મેઘાવી કલાકારો તથા અધ્યતન મલ્ટીમીડિયા ટેકનોલોજી નો ઉપયોગ કરી નાટકને ભવ્યતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.