Waghodia

વાઘોડિયા: દેવ નદીના ધસમસતા પ્રવાહે મુવાડા – ગણેશપુરાને જોડતા કોઝવેને ધોઈ નાખ્યો

  • મુવાડા ગણેશપુરા વચ્ચે દેવનદી પરનો કોઝવે ઘોવાયો
  • કોઝ વે પર મસમોટુ ગાબડુ પડતા રાહદારીમાટે આફત
  • દેવનદિના ઘસમસતા પ્રવાહે કોઝવે પુલનુ કર્યુ ઘોવાણ
  • મુનિસેવા આશ્રમ તરફ જવાનો માર્ગ સદંતર બંઘ
  • ખેડુતો અને નોકરીયાતોને આઠ કિમી ફરીને જવાનો વખત
  • સતત વરસી રહેલા વરસાદ થી દેવનદિ બે કાંઠે
  • વાઘોડિયાના મુવાડા દેવ નદી પરનો કોઝવે ધોવાતા મુનીસેવા આશ્રમ તરફનો સંપર્ક તુટ્યો, ખેડુતો અને નોકરીયાતને ભારે હાલાંકી
  • વાઘોડિયા: – વાઘોડિયાના મુવાડાથી મુની સેવા આશ્રમને જોડતાે મુવાડા- ગણેશપુરા વચ્ચે દેવનદિપર બનાવેલા કોઝવે પર મસમોટું ગાબડું પડ્યુ છે. દેવ નદીના ધસમસતા પ્રવાહે કોઝવે પુલનો એક મસ મોટો છેડો તોડી પાડતા મુવાડા અને ગણેશપુરાના ખેડૂતો ખેતર જવા મુશ્કેલીમાં મુકાયા છે.

આ કોઝવેના ઘોવાણ થી ખેડુતો અને નોકરીયાતોને 8 થી 9 કિમીનો ફોગટનો ફેરો ફરવો પડશે. વડોદરા સહિત વાઘોડિયા ગ્રામ્યમા છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે. દેવ નદી પણ બે કાંઠે વહી રહી છે. ત્યારે મુવાડા પાસેની દેવ નદી પરના કોઝવે પરથી અવરજવર કરતા લોકો માટે હવે ઊપાધી ઊભી થઈ છે. નદીના પાણીના વહેણે કોઝવેનો એક તરફનો આખેઆખો ભાગ ધોવાણ કરતા તેમા પડેલા ગાબડામા દેવ નદીના પાણીના વમળો સર્જાઈ રહ્યા છે. થોડા સમય બાદ કોઝવેને વઘુ નુકશાન પહોંચી શકે છે. કોઝવે પર મોટું ગાબડુ પડતા વાઘોડિયા તાલુકાના મુવાડા તેમજ મુની સેવા આશ્રમ ગોરજ ને જોડતો રોડ સદંતર અવરજવર માટે બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો મુવાડા થી ગોરજ તરફનો આ નદી પરનો રસ્તો શોર્ટ હતો.નમુવાડા ગામના ખેડૂતો lને સામી પાર ખેતરો આવ્યા હોવાથી ખેડુતો ભારે મુશ્કેલી માં મુકાયા છે .

રિપોર્ટર – બજરંગ શર્મા, વાઘોડિયા

Most Popular

To Top