SURAT

કોરોનાના કારણે એક વર્ષથી બંધ ટ્રેનની કરંટ ટિકિટ આજથી શરૂ કરાશે

કોવિડ-19ના સમયગાળા દરમિયાન બંધ કરી દેવાયેલી લોકલ ટ્રેનો હવે વેસ્ટર્ન રેલવે શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે હવે 1 વર્ષ બાદ વેસ્ટર્ન રેલવેએ 11 જેટલી ટ્રેનોમાં આવતીકાલથી જનરલ ટિકિટ લઇને મુસાફરી કરી શકાશે તેવી જાહેરાત કરી છે. એક તરફ મુંબઇની સબર્બન ટ્રેન 3 મહિના પહેલા શરૂ કરી દેવાઇ હતી.

બીજી બાજુ વેસ્ટર્ન રેલવે દ્વારા દ.ગુજરાતના હજારો પાસધારકો માટે ડેઇલી પેસેન્જર ટ્રેનો વારંવાર માંગણી પછી પણ શરૂ કરવામાં આવતી ન હતી. આમ હજારો લોકો છેલ્લા 3 મહિનાથી હેરાન પરેશાન થતાં હતાં. તેમને હાલમાં તેઓને મુકિત મળી ગઇ છે. વેસ્ટર્ન રેલવે દ્વારા 09023/24 મુંબઇ-સેન્ટ્રલ વલસાડ, 09077-78 નંદુરબાર-ભુસાવલ, 09007/08 સુરત-ભુસાવલ મેલ, એક્સપ્રેસ કેટેગરી, 09152/51 સુરત-વલસાડ, 09154/53 વલસાડ-ઉમરગામ, 09377/78 ઉધના-નંદુરબાર, 09155/56 સુરત-વડોદરા સહિતની 11 ટ્રેનોમાં આવતીકાલથી જનરલ કેટેગરીની ટિકિટો લઇને મુસાફરી કરી શકાશે.

કોવિડ-19ના પીરિયડ દરમિયાન ટ્રેનોમાં રિઝર્વેશન લાગુ કરાતા હજારો લોકો પરેશાન થતાં હતાં
રેલવે તંત્ર દ્વારા ટ્રેનોને રિર્ઝેવેશન સિસ્ટમ લાગુ પાડી દેતા જનરલ કોચના મુસાફરો અટવાઇ પડ્યા હતા. રેલવે તંત્ર દ્વારા માત્ર રિઝર્વેશન સિસ્ટમ થકી મુસાફરોને બેસાડવામાં આવતા સુરત-વડોદરા અને સુરત-વલસાડ વચ્ચે અપડાઉન કરતા હજારો મુસાફરો ડેઇલી પરેશાન થતા હતા. પચાસ હજાર લોકોએ ફરજિયાત બાઇક કે કાર વાટે યાત્રા કરવાની નોબત આવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top