વડોદરા: મહી નદીમાં પાણીનું લેવલ સતત વધી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઈ રહી હોવાથી મહી નદીમાં આજરોજ શનિવારે બપોરે 11 વાગ્યાથી 2,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે . વડોદરા ગ્રામ્ય, પાદરા, સાવલી, ડેસર તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં નાગરિકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
