પ્રતિનિધિ સંખેડા
સંખેડા તાલુકાનું કંટેશ્વર ગ્રામ પંચાયતનું હરીપુરા ગામ ની ચારે બાજુ પાણી ફરી વળ્યું છે. વારંવાર તંત્રને ધ્યાન દોરાતા તંત્ર નિંદ્રાદિન હોય એમ ગામના લોકોનું કહેવું છે. દર વર્ષની જેમ વધુ વરસાદ પડતા હરીપુરા ગામમાં વર્ષોથી રોડ રસ્તા તેમજ વિકાસથી વંચિત ગામમા પાણી ફરી વળતા સંપર્ક વિહોનું થઈ જાય છે છતાં પણ વિકાસ આંધળો નજરે પડે છે.
ગામની વિકટપરિસ્થિતિ થઈ છે. ભારે વરસાદ પડવાથી ઉપરવાસથી પણ પાણી વધુ આવક થવાથી ગામમાં પાણી ભાથીજી ના મંદિર સુધી પાણી ઘૂસી ગયા છે.

કસુંબીયા તરફ જવાનો કાચો રસ્તો પણ બંધ થઈ ગયો છે અને ગુંઠણસમા પાણી ભરાઈ ગયા છે. જેથી ગામમાંથી આવવા જવા તમામ સંપર્ક તૂટી ગયા છે અને હાલ સુધી તંત્રની મદદ ગામ પર આવી નથી. જેથી ગામ લોકો ઘણા નારાજ જણાય છે.
તસવીર: સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા