ગુજરાત મિત્ર ન્યુઝ
ડભોઇ તા – 04/09/2025
ડભોઈથી માત્ર આઠ કી.મી.ના અંતરે થી વહેતી ઓરસંગ નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ફરીથી પૂર આવ્યું છે.ચાલુ સિઝનમાં છઠ્ઠી વાર નદી બંને કાંઠે વહી રહી છે. ઓરસંગ નદી અને એરણ નદી ચાંદોદ નજીક ત્રિવેણી સંગમમાં નર્મદા નદીને મળે છે.જેના કારણે ત્રણેય નદીઓમાં પાણીની આવક વધી છે.હાલ,નર્મદા નદીમાં 3.32 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે.અને ઓરસંગ પણ છલકાઈ રહી છે.
નર્મદા ડેમમાંથી 3.55 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.જેથી નદી કાંઠાના ગામો ને એલર્ટ કરાયા છે.બીજી બાજુ નદીઓ પણ ઉફાન પર છે.આ પરિસ્થિતિને જોતા, નર્મદા નદી કાંઠાના 3 અને ઓરસંગ નદી કાંઠાના 5, એમ કુલ 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડભોઇના ચનવાડા નજીક ઓરસંગ નદીનો તેજ અને બે કાંઠે વહેતી નદી ના પ્રવાહ જોવાલાયક છે.જ્યારે ચાણોદ ખાતે આવેલ ઐતિહાસિક મલ્હારાવ ઘાટ ના પગથિયા પર નર્મદા ના પાણી ફરી વળ્યા છે.જેથી તંત્ર એ લોકો ને સાવચેત રહેવાના સૂચનો પણ કર્યા છે.