સુરતમાં આજે ચોથા વર્ગના કર્મચારીઓ મોટે ભાગે PPP ધોરણે કામ કરે છે. તેનું મુખ્ય કારણ શું બજેટ છે? મહાનગરપાલિકાની કચરાગાડી બાગાયત માટેની ગાડી ડ્રેનેજ વિભાગની ગાડી એમ્બ્યુલન્સ ગાડી આવી ગાડીમાં વ્યવસ્થિત કાયમી ભરતી નિયમ મુજબ કરવામાં આવે તો ઘણા બધા અકસ્માત ઘટી જાય પણ PPP ધોરણે ઠરાવ કરીને ઓછા રૂપિયામાં ડ્રાઇવર રાખી લાયકાત વગરના હંગામી ભરતી કરી સત્તા પક્ષના સેવકો બચત કરી રહ્યા છે. જેનો ભોગ આમ જનતા ભોગવી રહી છે. તાજો દાખલો રાષ્ટ્રીય કક્ષાની રમતવીર વિધિ કદમને કચરા ગાડીએ કચડી નાખી છે.
આ ખેલાડી પરિવારે જ નહીં આપણા ગુજરાત અને ભારતની આશા પર પાણી ફરાવી નાખ્યું હોય તે કહેવું ખોટું નથી. 19 વર્ષની વિધિને કચડનાર ડ્રાઇવર પાસે પાક્કું લાયસન્સ ન હતું. આ માટે જવાબદાર PPP મોડેલ કહી શકાય આવી ઘટના અમદાવાદમાં પણ બની છે. ડોર ટુ ડોર ગાર્બેજ ગાડીએ 7 ઓગસ્ટે આઘેડને કચડ્યો હતો. આટલી મોટી સંખ્યામાં શહેરમાં જન જીવન જીવતી પ્રજા માટે યોગ્ય લાયસન્સ વાળા ડ્રાઇવર પણ નસીબમાં નથી. તો મહાનગરપાલિકામાં વેરો ભરવાનો શું અર્થ! સત્તા અને ન્યાયતંત્ર PPP ધોરણે બનાવવું કેવી પરિસ્થિતિ છે. હંગામી જગ્યા પર હંગામી જ કામ થાય કાયમી જગ્યા પર કાયમી રીતે જ કામ થાય છે.
પાલ, સુરત – ચૌધરી હરીશકુમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.