નેશનલ હાઇવે નં ૪૮ જે પહેલાં ને.હા.ન.૮. દિલ્હી રોડથી ઓળખાતો હતો, જે મુંબઈથી દિલ્હી દેશનો સૌથી વ્યસ્ત હાઈવે છે, ખાસ તો સુરતથી ભરૂચ સુધી અતિ વ્યસ્ત. ૪૦ વર્ષ પહેલાં જ્યારે આ હાઈવે ડિવાઈડર વગરનો હતો ત્યારે ઓવરટેકની લહાઈમાં સામ સામે ટ્રકો વચ્ચે ખૂબ અકસ્માતો થતા, કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાતો, આ સમસ્યા ૪૦ વર્ષ પછી આજે પણ એજ છે ફકત કારણો બદલાયા છે.
અકસ્માત ઓછા કરવા માટે ડિવાઈડર બનાવવામાં આવ્યો તો પણ જામની સ્થિતિ એજ રહી છે. જેમાં નર્મદા નદીનો ઝારેશ્વર બ્રિજ જવાબદાર રહ્યો. નર્મદા નદી પર L-Tનો મોટો કેબલ સ્ટેજ બ્રિજ બન્યો પણ થોડા વર્ષ પછી એજ સ્થિતિ રહી, હાઈવે ૬ લેન બનાવવામાં આવ્યો પરંતુ નાના મોટા શહેરોની ચોકડી પડે ત્યાં જામ થવા લાગ્યો તો ઓવરબ્રિજ બનાવવાના ચાલુ કર્યા અને ટોલ ટેક્ષ ઉઘરાવાનુ ચાલુ કર્યું પરંતુ ટ્રાફિક જામની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં, હવે તો એવી સ્થિતિ છે કે વાહનોની સ્પીડ ધીમી થવાથી પણ જામ થઇ જાય છે. ૪૫ વર્ષ પહેલાં અમારા પંથકમાંથી ઓલપાડથી વાયા ઈલાવ, હાંસોટ, અંકલેશ્વરથી અમદાવાદ એસ.ટી.બસ સવારે જતી જે રાત્રે નવ વાગ્યે ઓલપાડ આવી જતી, પંરતુ આજે ૪૫ વર્ષ પછી પણ હાઈવે પર ટ્રાફીક સ્થિતિ બગડી છે.
કીમ – પી.સી.પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.