આપણા દેશમાં અનેક મહાન લોકો થઈ ગયા કે જેમનાં જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ છીએ. એવી જ એક મહાન વિભૂતિ એટલે દાદાભાઈ નવરોજી. એમનો જન્મ ચોથી સપ્ટેમ્બર ૧૮૨૫ના રોજ થયો હતો. એટલે કે આ વર્ષે એમનાં જન્મને બસો વર્ષ થઈ રહ્યાં છે. જે ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. દાદાભાઈ નવરોજી એક ઉત્તમ રાજનીતિજ્ઞ અને સમાજ સુધારક હતા. એમણે કરેલા પ્રદાનને લીધે એમને ‘હિંદના દાદા’નું બિરુદ મળ્યું છે.
એલ્ફિન્સ્ટન કોલેજ ખાતે પ્રોફેસર બનનારા તેઓ પ્રથમ ભારતીય હતા. એવી જ રીતે બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રવેશ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. એમણે લખેલા પુસ્તકો ખૂબ પ્રસિદ્ધ થયાં હતાં.એમાં પણ ‘પોવર્ટી એન્ડ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા’ મુખ્ય છે. એમની ડ્રેઈન થિયરી પણ ખૂબ જાણીતી છે. આજે નવી પેઢીના આદર્શો બદલાય રહ્યાં હોવાનું પ્રતિત થાય છે ત્યારે આપણી નવી પેઢી, આપણા મહાન દેશભક્ત દાદાભાઈ નવરોજી અને અને એમના પ્રદાનને યાદ કરે એ જરૂરી છે. નવસારીમાં સીતાબાઈ કલોક ટાવર ખાતે એમની પ્રેરણાદાયક પ્રતિમા છે જે અહીં વિશેષ ઉલ્લેખનીય છે.
નવસારી – ઇન્તેખાબ અનસારી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ટ્રમ્પ કે હિટલર
ટ્રમ્પની હિટલર કુટનીતીને લીધે લોકોને એવું લાગે છે કે ભારત કાઈ બોલતું કેમ નથી પણ પણ ભારત દેશ એની રણનિતી બનાવવામાં વ્યસ્ત છે, ભારત રશિયા અને ચીનનો ટ્રાયએંગલ અમેરિકાને ભારે પડશે અને વધુમાં જાપાન સાથેની જુગલબંધી સેમીકન્ડક્ટર ચીપ્સ, મિનરંલ્સ અને ફાર્મા સિટીક્લબમાં નિવેશથી ભારત એક ટ્રાયએંગલમાંથી મજબૂત વર્તુળ પુરું કરવા રણનિતી બનાવી રહ્યું છેં. આપણો દેશ શાંતિ પ્રિય દેશ છે અને દેશ આજે આગવું સ્થાન પ્રબળ બનાવવા માટે અમેરિકાને પણ બોલ્યા વગર જવાબ આપી રહ્યો છે. આપણો દેશ ૨૦૩૦ સુધીમાં ત્રીજા નંબર પર આવીને દેશની આનબાન અને શાન વધારશે એ જ ભારત દેશની આગવી ઓળખ છે.
સુરત – તૃષાર શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.