આણંદથી વડોદરા શંકાસ્પદ ગૌમાસ વેચાણ અર્થે લાવવામાં આવતું હતું
વડોદરા: વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શેરખી પાસેથી આણંદથી વડોદરા શંકાસ્પદ ગૌમાસ વેચાણ અર્થે લાવવામાં આવતું હતું. જેની ગૌરક્ષકને જાણ થતા તેમણે રિક્ષામાં ભરેલું ગૌમાસ સહિત એક આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ સમગ્ર મામલો વડોદરા તાલુકા પોલીસ મથકે પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ આ શંકાસ્પદ ગૌમાંસ ગોરવામાં આપવા માટે લાવવામાં આવ્યું હતું. હાલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.