Kalol

કાલોલના મીરાપુરી ગામે ગણેશ વિસર્જન વખતે ગોમા નદીમાં ડુબી જવાથી એકનું મોત, ત્રણને બચાવાયા


કાલોલ :;
કાલોલ તાલુકાના મીરાપુરી ગામે સોમવારે ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ, ત્યારે રાત્રિના સમયે ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીના પાણીમાં ડુબી જવાથી ચાર ઈસમો તણાયા હતા. જે પૈકી ત્રણ ઈસમોને બચાવી લેવાયા હતા. જ્યારે એક ઈસમ પટેલીયા કાલુભાઈ વરસિંગભાઈનુ ઊંડા પાણીમા ડૂબી જવાથી મોત નીપજયું હતુ. મીરાપુરી ગામે ગણેશ ઉત્સવ નો આનંદ શોક માં ફેરવાઈ ગયો હતો. મીરાપુરી ગામના તલાટી કમ મંત્રી દ્વારા આ મામલે કાલોલ તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરાઈ છે.

Most Popular

To Top