
( પ્રતિનિધી )વડોદરા,તા.2
વડોદરા શહેરમાં તહેવારોની ભરમાર વચ્ચે અકસ્માતોની પણ વણઝાર જોવા મળી રહી છે, તેવામાં મધરાત્રીએ લાલબાગ બ્રિજ ઉપર અકસ્માતની ઘટના બની હતી. એક કાર બેફામ આવતા સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ધડાકાભેર ડિવાઈડર સાથે ભટકાઈ હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે સદ નસીબે મોટી જાનહાનિ થતા ટળી હતી.

વડોદરા શહેરમાં આજે પણ કેટલાક વાહન ચાલકો બેફામ અને ગફલત રીતે વાહન હંકારી ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા છે. જેના કારણે છાસવારે થતા અકસ્માતને કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહયા છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની હતી. મધરાત્રીએ શહેરના લાલબાગ બ્રિજ ઉપર કારનો અકસ્માત સર્જાયો હતો. બેફામ રીતે કાર હંકારતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઇડર સાથે ભટકાઈ હતી. જેના કારણે લાલબાગ બ્રિજ ઉપર ટ્રાફિકજામ થયો હતો. જ્યારે બીજી તરફ કારના આગળના ભાગે મોટું નુકસાન થયું હતું. સમગ્ર રોડ ઉપર કાચ કાચ પથરાઈ ગયા હતા. જ્યારે અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. જોકે આ દ્રશ્ય પરથી જ જોઈ શકાય છે કે આ કાર કેટલી સ્પીડમાં હશે. અહીં મહત્વની બાબત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. જ્યારે સમગ્ર મામલે આ અકસ્માત સર્જનાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તેવા સવાલો ઉઠવા પામ્યા હતા.
