SURAT

સુરત સહિત દેશ-વિદેશના 40થી વધુ યુવાન મ્યાનમારમાં બંધક

સુરતઃસાયબર ક્રાઇમ સેલે મ્યાનમારમાં ચાલતી ચાઇનીઝ ગેંગના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ ભારત સહિત વિવિધ દેશોના લોકોને નોકરીની લાલચ આપીને વિદેશ મોકલી, તેમને સાયબર સ્લેવરી અને હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બનાવતા હતા. પોલીસે આ કેસમાં મોબાઇલ ફોન અને લેપટોપ જેવા મુદ્દામાલ કબજે કર્યા છે અને ત્રણેય આરોપીઓને ૪ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.પોલીસે આ ગુનામાં વધુ ૮ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

સાયબરસેલે ચાઇનીઝ સાયબર ફ્રોડ ગેંગના ચંડીગઢમાંથી નીપેન્દર ઉર્ફ નીરવ લવકુશ ચૌધરી, પ્રિત રસીકભાઇ કમાણી અને આશીષભાઇ રમણલાલ રાણાને પકડી પાડવામાં આવ્યા હતા.આરોપીની પુછપરછમાં ખુલાસો થયો કે, આ આરોપીઓ નોકરી શોધતા લોકોને વિશ્વાસમાં લઈ થાઇલેન્ડ મોકલતા હતા અને ત્યાંથી ગેરકાયદેસર રીતે નદી પાર કરાવી મ્યાનમારમાં ચાઇનીઝ ગેંગની કંપનીઓમાં પહોંચાડતા હતા. જ્યાં મ્યાનમારમાં ત્યાંની સેના પણ તેમને મદદ કરતી હતી.ત્યાં આ વ્યક્તિઓને સાયબર ક્રાઇમ જેવા કે ખોટા સોશિયલ મીડિયા આઇડી બનાવી ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી કરવાનું કામ કરાવવામાં આવતું હતું. નીરવ ચૌધરીએ ભારતમાંથી ૩૯, પાકિસ્તાનમાંથી ૧, શ્રીલંકામાંથી ૨ વ્યક્તિઓ મોકલી હતી. નીરવ આ કામ પાક એજન્ટ સાથે મળીને કરતો હોવાનો ખુલાસો કર્યો હતો.

પ્રિત કમાણીએ ભારતમાંથી ૩ અને ઇથોપિયામાંથી ૧ વ્યક્તિ મોકલી, જ્યારે આશીષ રાણાએ ભારતમાંથી ૩ વ્યક્તિઓ મોકલી હતી.આરોપીઓને પ્રતિ વ્યક્તિ મોકલવા પેટે મોટું કમિશન મળતું હતું. નીરવને ચાઇનીઝ ગેંગ પાસેથી ૩,૦૦૦ USDT (આશરે રૂ. ૨.૫ લાખથી ૩ લાખ) મળતું હતું, જેમાંથી તે પ્રિતને રૂ. ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ આપતો હતો. આશીષ પ્રિતની અંડર કમિશન પર કામ કરતો હતો.આરોપીઓ દોઢ વર્ષથી પાકિસ્તાની એજન્ટ સહિત 12 લોકો આ નેટવર્ક ચલાવી રહ્યાં હતા.આરોપીઓની વિદેશ પ્રવાસની વિગતો પણ તપાસમાં બહાર આવી છે.પોલીસે ત્રણે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આ ગુનામાં વધુ ૮લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

આરોપીઓ આ દેશમાં ફરી ચૂક્યા છે

નીરવ: મ્યાનમાર, થાઇલેન્ડ, હોંગકોંગ, દુબઈ, કંબોડિયા, નેપાળ વગેરે દેશોમાં ગયો.
પ્રિત: દુબઈ, જ્યોર્જિયા, થાઇલેન્ડ અને મ્યાનમાર ગયો.
આશીષ: ઓમાન, બહેરીન, કતાર, ઇરાન, સાઉદી અરેબિયા સહિત 22 દેશોમાં ફર્યો.
નિરવે એક પાકિસ્તાનીને પણ નોકરી પર મોકલ્યો છે
નીરવ → ૩૯ ભારતીયો, ૧ પાકિસ્તાની, ૨ શ્રીલંકન
પ્રિત → ૩ ભારતીયો, ૧ ઇથોપિયન
આશીષ → ૩ ભારતીયોઆ આંકડાઓ જોઈ નીરવનું પાકિસ્તાની કનેક્શન હોવાની વાતને પણ નકારી શકાય તેમ નથી.

મહિલાઓ નામે આઇડી બનાવી લોકોને છેતરતા
ચાઇનીઝ ગેંગ દ્વારા મ્યાનમારમાં ફેક કંપનીઓ બનાવીને નોકરીની ઑફર આપવામાં આવતી. મહિલાના નામે ફેક ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી પૈસાદાર લોકોને “ઇન્વેસ્ટમેન્ટ”ના નામે છેતરાતાં.

નીપેન્દર ચાઇનીઝ કંપનીમાં કસ્ટમર ચેટ સહાયક તરીકે નોકરી કરતો
આરોપી નીપેન્દર ઉર્ફ નીરવ ચૌધરી વર્ષ-૨૦૨૩ માં સૌ પ્રથમવાર મ્યાનમાર ગયો હતો.ત્યારે સાયબર ક્રાઇમ આચરતી ચાઇનીઝ કંપનીમાં ૧ લાખ પગાર નક્કી કરી કસ્ટમર ચેટ સહાયક તરીકે નોકરીમાં જોડાયેલ હતો અને તે સમયે આરોપી નીપેન્દર ઉર્ફ નીરવ નાઓ ચાઇનીઝ કંપનીમાં ફ્રોડ કરવાની તાલીમ મેળવી હતી. ત્યારબાદ ચાઇનીઝ કંપનીના કોલ સેન્ટરમાંથી દુનિયાના જુદા જુદા દેશોના નાગરિકો સાથે સાયબર ક્રાઇમ આચરતો હતો.

સુરતનો આશિષ રાણા દુબઈમાં વિઝા એજન્ટ તરીકે કામ કરતો હતો
આરોપી આશીષભાઇ રાણા વર્ષ-૨૦૨૩ માં દુબઈ ખાતે રહી વિઝા એજન્ટ તથા મેન પાવર સપ્લાયર એજન્ટ તરીકે કામ કરતો હતો.તે દરમ્યાન આરોપી પ્રિત કમાણી સાથે દુબઇમાં મુલાકાત થયેલ અને પ્રિત કમાણી નાઓએ નીરવ ચૌધરી સાથે જોડાઇ ચાઇનીઝ કંપનીઓમાં માણસો મોકલવાનું ચાલુ કરેલ ત્યારે આરોપી પ્રિત નાઓએ ગુજરાતમાંથી મ્યાનમાર સ્થિત ચાઇનીઝ કંપનીઓમાં સાયબર સ્લેવરી માટે માણસો પુરા પાડવા આશિષનો સંપર્ક કરતા આશિષ નાઓએ કમિશન ઉપર ગુજરાતમાંથી ત્રણ માણસો મોકલાવેલ હતા.

ગેંગમાં ૧૦થી વધુના નામ ખુલ્યા
નીરવની પુછપરછમાં આ રેકેટમાં સંડોવાયેલા એલેક્ઝાન્ડર, એન્ઝો, કૃણાલ, નિલેશ પુરોહિત, વિલિયમ, કિંગ, વિમ, કુંપેંગ, એલોંગ, શશાંક, સ્ટ્રોંગ એમ 11 સાગરીતનાં નામ ખુલ્યા હતાં. છેલ્લા દોઢ વર્ષથી ભારત તથા અન્ય દેશના યુવાનોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીના અપાવવાની લાલચ અપાતી હતી.

સાઇબર સ્લેવરીનો ભોગ બનેલા નાગરિકોની યાદી
સુરજીત સિંહ, શાન્દ્રા શેખર પીલા, ફૈઝ અયાન નસીમ, તરુણ, સુરેશ તત્યારામ, દીપક, રાહુલ, સમીર આમીર મહમ્મદ પવાર, આતીશ રાજેન્દ્ર વૈદ, નઇમ ઇસ્માઇલ સધી, દિનેશ, મનોજકુમાર, શુભમ, કુશાંત રાજેન્દ્ર પપૈયા (રહે. અડાજણ), અશ્વિન નાગજી માછી (રહે. સુરત), નરેશકુમાર (રહે. પંજાબ), રહેલ અહમદ, સૂરજ યાદવ, અભિષેક મૌર્ય, જસપાલ સિંહ, જુડી, સ્ટવ મુતકુ, હિરુશમા, અમન હરજીન્ગર સિંહ, તરુણ દીપ સિંહ, રાહુલ, યોગેશ દુલાભાઈ સીસારા (રહે. ક્રિષ્ણા રેસિડન્સી, કામરેજ), અક્તિ નવાઝ સોએબ (પાકિસ્તાન), વીજેન્દ્રકુમાર પ્રશાંત (શ્રીલંકા), લટફેસ મિસરેટ (ઇથોપિયન), સકસેના રોહિત, હર્ષિત, સમારાકરાજ (શ્રીલંકા), સુરેશ તુલસી (રહે. હૈદરાબાદ), દીપક ભરત પરમાર (રહે. અંબિકાનગર, ગોત્રી, વડોદરા), યતીન સોલંકી (વડોદરા), મોહમંદ બિલાલ સલાઉદ્દીન સૈયદ (રહે. સુબેદાર સ્ટ્રીટ, રાંદેર), જિગર રાવળ (રહે, વડોદરા).

આ જ ગેંગે અમદાવાદના યુવકને 33 દિવસ મ્યાનમારમાં ગોંધી રાખ્યો હતો
આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે,અમદાવાદના યુવકને વડોદરાની વિઝા કન્સલ્ટન્સીના દુબઇમાં બેઠેલા એજન્ટે 1 લાખના પગારની લાલચ આપી બેંગકોક બોલાવ્યો હતો, જ્યાંથી ગેરકાયદે મ્યાનમાર લઈ જઈ સાયબર ફ્રોડની ટ્રેનિંગ આપ્યા બાદ લોકો સાથે સાયબર ફ્રોડની એક્ટિવિટી કરવા મજબૂર કર્યો હતો. યુવકને માનસિક અને શારીરિક ત્રાસ આપીને 33 દિવસ સુધી મ્યાનમારમાં ગોંધી રાખ્યો હતો. જોકે યુવકે ભારત પરત જવાની વાત કરતાં એગ્રીમેન્ટના નામે 3.50 લાખ પડાવ્યા હતા. યુવક પરત આવતાં જ સાયબર ક્રાઈમે વડોદરાના એજન્ટની ધરપકડ કરી હતી.જે તેમનાજ મ્યાનમારના સાથીદારો હતા.

Kk 3 કંપનીમાં લઈ જઈ સાયબર ફ્રોડ કરવાનું કામ સોંપતા હતા
રાજકોટના પ્રીત કમાણીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે પોતે વિવેક ભાતુ મારફત ટૂરિસ્ટ વિઝા પર થાઇલેન્ડ ગયો હતો, જે બાદ પાકિસ્તાની એજન્ટ એલેક્સએ તેને મ્યાનમાર KK3 નામની ચાઇનીઝ કંપનીમાં કામે લગાડ્યો હતો.અંગ્રેજી બોલવામાં તકલીફ પડતાં પ્રીતે રાજીનામું આપી દીધું હતું, જેના બદલામાં અન્ય એક માણસ અથવા તો 4 હજાર ડોલર (3.50 લાખ રૂપિયા) આપવાની શરત મુકાતાં પ્રીતે હરિયાણાના રજનીશ બન્નાને નોકરી માટે મ્યાનમાર બોલાવી પાકિસ્તાની એજન્ટ એલેક્સ સાથે મુલાકાત કરાવી હતી.

Most Popular

To Top