SURAT

યુવતીએ બાથરૂમમાં નગ્ન અવસ્થામાં વિડીયો કોલ કરવાનું કહી રેકોર્ડિંગ કર્યું, પછી કર્યું આ કામ..

સુરત: (Surat) શહેરના ઉધના વિસ્તારમાં રહેતા યુવકને અજાણી યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થતા યુવતીએ યુવકને (Girl-Boy) નગ્ન અવસ્થામાં વિડીયો કોલ (Video Call) કરવાનું કહી વિડીયો રેકોર્ડ કરી બ્લેકમેઈલિંગ કર્યું હતું. અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તબક્કાવાર 33,050 રૂપિયા ટ્રાન્સફર કરાવતા યુવકે ઉધના પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ઉધના ખાતે રહેતો 24 વર્ષીય વિનય(નામ બદલ્યું છે) પાંડેસરામાં આવેલી એક ટેક્ષટાઈલ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. વિનયે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 17 જાન્યુઆરીએ તેના ફેસબુક ઉપર અંજલી શર્મા નામની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. વિનયે ફ્રેન્ડ રીકવેસ્ટ એકસેપ્ટ કરી ત્યારબાદ અંજલી શર્માના તેને સામેથી મેસેજ આવતા હતા. વિનયે પણ અંજલી શર્માના મેસેજના રિપ્લાય આપ્યા હતા. અંજલીએ સામેથી તેનો વોટ્સએપ નંબર આપ્યો હતો. આ નંબર ઉપર બંને જણા એકબીજા સાથે ચેટિંગ કરતા થયા હતા.

અંજલીએ વિનયને વિડીયો કોલ કરીને બાથરૂમમાં જઈ નગ્ન થવા કહી પોતે પણ કપડા કાઢી નાખ્યા હોવાનું કહ્યું હતું. વિનય બાથરૂમમાં જઈને નગ્ન થઈ તેણી સાથે વિડીયોકોલ ઉપર વાતો ચાલુ રાખી હતી. એકાદ મિનિટ વાત થઈ પછી અંજલીએ ફોન કટ કરી દીધો હતો. ફોન કટ કર્યાના બીજી મિનિટે અંજલીએ વિનયને એક વિડીયો મોકલી ડિલીટ કરી નાખ્યો હતો. અને અંજલીએ વિનયને કહ્યું હતું કે, હાલ બાથરૂમમાં નગ્ન થઈ જે ચેનચાળા કર્યા તેનો વિડીયો મે મોબાઈલમાં ઉતારી લીધો છે. આ વિડીયો હું સોસિયલ મિડીયામાં વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી 1500 રૂપિયાની માંગણી કરી હતી. બદનામીના ડરે ગભરાયેલા વિનયે ગુગલ પે દ્વારા અંજલી શર્માના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ફરી માંગણી કરતા વિનયે તેનો નંબર બ્લોક કરી દીધો હતો.

યુ ટ્યૂબના અધિકારીના નામે ફોન કરી 21550 રૂપિયા પડાવ્યા
અંજલીનો નંબર બ્લોક કરતા બીજા દિવસે રાજેન્દ્ર યોગી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેને જણાવ્યું હતું કે, હું દિલ્હીથી બોલું છું અને અંજલી શર્માનો અશ્લિલ વિડીયો યુ ટ્યુબ ઉપર અપલોડ કરવાના છે તો તે વિડીયો અપલોડ ન થાય તે માટે યુ ટ્યૂબના કર્મચારી સાથે તાત્કાલિક વાત કરી લેવા કહ્યું હતું. રાજેન્દ્રએ યુ ટ્યૂબ કર્મચારીના નામનો નંબર આપતા અજય શર્મા નામના વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો. અને તેને આ વિડીયો યુટ્યૂબ પર અપલોડ થતા અટકાવવા માટે 21550 રૂપિયા ગુગલ પે ઉપર ટ્રાન્સફર કર્યા હતા.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ નહીં કરવા બીજા 10 હજાર પડાવ્યા
અજય શર્માએ વિનયને જણાવ્યું કે, યુટ્યૂબ પર વિડીયો અપલોડ નહીં થાય પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્ગામ ઉપર અપલોડ થશે. તેને અટકાવવા માટે બીજા 31550 રૂપિયા આપવા પડશે. જેથી ડરી ગયેલા વિનયે અજયના એકાઉન્ટમાં બીજા 10 હજાર ટ્રાન્સફર કર્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top