આજે જ્યારે કંપારી છૂટી જાય તેવા બનાવો શાળામાં બને છે ત્યારે વિદ્યાર્થીઓને મારી એક જ સલાહ છે કે, તમારૂં લક્ષ્ય ભણવાનું છે તેને ધ્યાનમાં રાખો. તમારા ગુસ્સાને કાબૂમાં રાખો. એક ક્ષણનાં ગુસ્સામાં ભરેલું પગલું તમારૂં આખું જીવન બરબાદ કરી નાખશે. શાળાનાં દરેક શિક્ષક એ વડીલ પણ છે તેમનું માન જાળવવુ જોઈએ. ગુરુપૂર્ણિમાનાં દિવસે ગુરુ વિશે ગુરુનું મહત્વ સમજાવવામાં આવે છે તે ધ્યાનમાં રાખવું. શાળામાં ભણતી તમામ છોકરીઓમાં તમારી બહેન દેખાશે તો તમને તેની સાથે ખોટું કરવાના વિચાર નહીં આવે.
તે જ રીતે છોકરીઓને પણ છોકરાઓમાં તેમનો ભાઈ તરીકેનો ભાવ આવશે તો કોઈ પ્રશ્ન ઊભો નહિ થાય. મગજમાં વેર વૃતિ રાખવી સારી નથી. ઝઘડો થાય તેવી પરિસ્થિતિ ઊભી ન કરવી. આખી સંસ્થામાં કોઈ એક વ્યકિત ખરાબ કામ કરે તો સંસ્થા, શિક્ષકો અને વિદ્યાર્થીઓની બદનામી થાય છે. ઘરમાં અને સમાજમાં કાયમ માટે લાંછન લાગે છે. શિક્ષકોએ પણ વિદ્યાર્થિનીઓને દીકરીની નજરે જોવી જોઈએ. શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓના દેખતાં સહકર્મચારીઓ સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ. તેવું વર્તન બાળક પર વિપરીત અસર પાડી શકે છે.
ગોડાદરા,સુરત – પ્રવિણ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે