બિટકોઈન કૌભાંડથી પૂર્વ MLA, SP અને CBI સેવકો સહિત 14 નાગરિકોને આજીવન સજા સાંભળીને ગુજરાત મોડલનાં બણગા ફૂકતા સેવકો પણ કુતૂહલ પામી ગયા. આખા ભારતમાં વડાપ્રધાનની સફર 11 વર્ષ પૂર્ણ થતા ગુજરાતમાં ચારેકોર ઉજવણી થઈ રહી હતી. અમદાવાદમાં વિમાન અકસ્માત દુર્ઘટના બનતા સુશાસનની પીપૂડી બંધ થઈ, બેનર પણ હટાવી લેવામાં આવ્યા. તેવો જ બનાવ 2018માં ગુજરાતમાં બન્યો. બિટકોઈન ખંડણી જે કેસમાં 172 સાક્ષીમાંથી 92 એવા સ્પેશિયલ કોર્ટમાં ફરી ગયા અને સત્યની દિવાલ તરીકે આ બનાવ મીડિયામાં ઉભરી આવ્યો છે. તેનો ચિતાર ગુજરાતમિત્રના અંત પેજ પર આવ્યો છે.
ગુજરાત મોડેલ 2014માં ખૂબ પ્રચાર કરવામાં આવ્યો એક પછી એક નાગરિકો સમક્ષ મોડેલનું રહસ્ય ખુલી રહ્યું છે. બિટકોઈન ખંડણીની વાત છાપામાં વાંચીને ઘડી તો આવું લાગે વ્યક્તિને જીવવા પૂરતું મળી જાય તો શાંતિની શોધ કરવી જોઈએ. પણ આજના અધિકારીઓ આખું ભારત પોતાના ખોબામાં સમાવી લેવાની સ્પર્ધામાં ઉતર્યા હોય તેવું લાગે છે. હે ગુજરાત અહીં અહિંસા અને આખું સામ્રાજ્ય નાગરિકો માટે આપીને જતા રહ્યા એવા ગાંધીની ભૂમિ પર આજે શું જોવા મળે છે. કુદરત જે કરે તે સારું કરે હાથે કર્યા હૈયે વાગ્યું અસંતોષ માનવીને ક્યાં લઈ જાય છે તે આ બનાવ પરથી નવા જોઈન થતા જે નોકરીમાં લાગતા કર્મચારીઓ માટે મોટો બોધ આપતો બનાવ છે.
તાપી – ચૌધરી હરીશકુમાર એચ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે