તુ શારીરિક સંબંધ બાંધવા દે નહીતર તારા કપડા ફાડી વીડિયો બનાવી સોસાયટીના ગ્રૂપમાં મુકી દઇશ
મયુર ભરવાડ તથા પ્રકાશ ભરવાડે19 વર્ષીય યુવતીને રસ્તા રોકી શારીરિક અડપલા કર્યાં બાદ ધમકી આપી
પ્રતિનિધિ વડોદરા તા.31
શકંરપુર ગામે રહેતા બે યુવકો દ્વારા એક્ટિવા પર એકલી જઇ રહેલી 19 વર્ષીય યુવતીને રસ્તામાં ઉભી રાખી હતી. ત્યારબાદ એક યુવક તેની એક્ટિવા પર બેસી ગયો હતો અને ખટંબા પાસે સુમસામ જગ્યા પર લઇ ગયો હતો અને યુવતી સાથે શારીરિક અપડલા કરીને તુ શારીરિક સંબંધ નહી બાંધવા દે તો તારા કપડા ફાડીને તેનો વીડિયો બનાવી સોસાયટીના ગ્રૂપમાં મુકી દઇ તેવી ધમકી આપી હતી. જેથી યુવતીએ બંને યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા જિલ્લાના શંકરપુરા ગામે આવેલી ગોકુલેશ સોસાયટીમાં રહેતા મયુર ભરવાડ તથા પ્રકાશ ભરવાડે એક્ટિવા પર જઇ રહેલી યુવતીની એકલતાનો લાભ લઇને રસ્તામાં ઉભી રાખી હતી. ત્યારબાદ મયુર ભરવાડ યુવક તેની એક્ટિવા પાછળ બેસી ગયા હતા. ત્યારબાદ બંને તેણીને ખટંબા ગામની બાજુમાં આવેલી ટીપી રોડ પર લઇ ગયો હતો અને પ્રકાશ ભરવાડ પોતાની એક્ટિવા પર યુવતીની પાછળ આવ્યો હતો. ત્યારબાદ પ્રકાશ ભરવાડ તેની એક્ટિવા પર બેસી રહ્યો હતો અને જ્યારે મયુર ભરવાડ યુવતીને મરુજી વિરુદ્ધ શારિરીક અડપલા કરવા લાગ્યો હતો અને તુ મને શારીરિક સંબંધ બાંધવા દે નહીતર તારા કપડા કાઢી નાખીશ. ત્યારબાદ તેનો વીડિયો બનાવીને સોસાયટીના ગ્રૂપમાં મુકી દઇશ તેવી ગર્ભિત ધમકી આપી હતી. જેથી ગભરાયેલી યુવતી જેમ તેમ કરીને તેમના ચુંગાલમાં છુટીને ઘરે જતી રહી હતી અને ત્યારબાદ તેમના માતા પિતાને જાણ કરી હતી. જેથી પરિવારના સભ્યોએ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મયુર તથા પ્રકાશ ભરવાડ નામના યુવકોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.