ડભોઇ: ડભોઇ તાલુકા માં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે પાણીએ ઠેરઠેર જમાવટ કરી છે. જેને લઈને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.
ડભોઇ તાલુકાના ડંગીવાડા , નારણપુરા અને બંબોજમાં પાણીએ જમાવટ કરી છે. જેને લઈને ગ્રામ જનો મુશ્કેલીમાં મુકાયા છે. ચારેતરફ પાણીને લીધે ઢોરઢાંખર પણ હેરાન થઈ રહ્યા છે. ડભોઇના ડંગીવાડા નારણપુરા અને બંબોજમાં ઢાઢર નદીના નિચાણવાળા વિસ્તારને લઈ પાણી ફરી વળ્યાં છે. પાણીને લઈ ખેતીને પણ નુકશાન થયાની વિગત સામે આવી છે. પાણી ઓસર્યા બાદ જ નુકશાનીનો આંક બહાર આવી શકે છે.