કૈરો, તા. ૩૦: ઇરાની સમર્થિત હુથીઓએ શનિવારે જણાવ્યું હતું કે યમનની રાજધાની સનામાં બળવાખોર-નિયંત્રિત સરકારના વડા પ્રધાન ઇઝરાયલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. બળવાખોરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુરુવારે સનામાં થયેલા હુમલામાં અહમદ અલ-રાહાવી અનેક મંત્રીઓ સાથે માર્યા ગયા હતા. ઇઝરાયલી સૈન્યએ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે યમનના સના વિસ્તારમાં હુથી આતંકવાદી શાસનના લશ્કરી લક્ષ્ય પર ચોક્કસ હુમલો કર્યો હતો. બળવાખોરોના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ ૨૦૨૪થી હુથીની આગેવાની હેઠળની સરકારના વડા પ્રધાન તરીકે સેવા આપનારા અલ-રાહાવીને તેમની હુથી-નિયંત્રિત સરકારના અન્ય સભ્યો સાથે સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં તેની પ્રવૃત્તિઓ અને કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે યોજાયેલ એક નિયમિત વર્કશોપ બેઠક દરમિયાન નિશાન બનાવવામાં આવ્યા હતા.
ગાઝામાં હમાસ સામે ઇઝરાયલના યુદ્ધ દરમિયાન હુથીઓએ વારંવાર ઇઝરાયલ સામે મિસાઇલો છોડ્યા છે. જૂથ કહે છે કે હુમલાઓ પેલેસ્ટિનિયનો સાથે એકતામાં કરવામાં આવે છે. જોકે યમન દ્વારા છોડવામાં આવેલી મોટાભાગની મિસાઇલો ઇઝરાયલ દ્વારા અટકાવવામાં આવે છે, અથવા હવામાં તોડી પાડવામાં આવે છે. હુથી સંચાલિત આરોગ્ય મંત્રાલય અને સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, અઠવાડિયાની શરૂઆતમાં, ઇઝરાયલી દળોએ સનાના અનેક વિસ્તારોમાં હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને 102 અન્ય ઘાયલ થયા હતા.ગાઝામાં હમાસ સામે ઇઝરાયલના યુદ્ધ દરમિયાન હુથીઓએ ઇઝરાયલ તરફ મિસાઇલો અને ડ્રોન છોડ્યા છે અને લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવ્યા છે. બળવાખોરો કહે છે કે તેમના હુમલાઓ પેલેસ્ટિનિયનો સાથે એકતા દર્શવવા માટેના છે.
હુથી હુમલાઓના જવાબમાં, ઇઝરાયલ અને અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધને યમનમાં બળવાખોરોના કબજાવાળા વિસ્તારો પર હુમલો કર્યો, જેમાં સના અને વ્યૂહાત્મક દરિયાકાંઠાના શહેર હોદેઇદાનો સમાવેશ થાય છે. ઇઝરાયલી હુમલાઓએ મે મહિનામાં સના એરપોર્ટને સેવા માટે નકામુ બનાવી દીધું હતું ટ્રમ્પ વહીવટીતંત્રે મે મહિનામાં શિપિંગ પરના હુમલાઓ બંધ કરવાના બદલામાં હવાઈ હુમલાઓ બંધ કરવા માટે હુથીઓ સાથે કરારની જાહેરાત કરી હતી. જો કે, બળવાખોરોએ કહ્યું હતું કે આ કરારમાં ઇઝરાયલ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવતા લક્ષ્યો પર હુમલા અટકાવવાનો સમાવેશ થતો નથી.