National

દિલ્હીના કાલકાજી મંદિરમાં સેવાદારની હત્યા મામલે રાજકારણ ગરમાયું, કેજરીવાલનો BJP પર આક્ષેપ

દિલ્હીના કાલકાજી મંદિરમાં સેવાદારની હત્યાના મામલાએ હવે રાજકીય રંગ ધારણ કર્યો છે. આજ રોજ શનિવારે મંદિરમાં પ્રસાદને લઈને થયેલા વિવાદમાં દર્શનાર્થીઓએ સેવાદાર પર લાકડીઓ અને મુક્કાઓથી હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી. આ ઘટનાએ મંદિર સહિત આખા શહેરમાં ચકચાર મચાવી છે.

શું દિલ્લીમાં કોઈ સુરક્ષિત નથી? અરવિંદ કેજરીવાલ
આ ઘટનાના બાદ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી પૂછ્યું કે “કાલકાજી મંદિરની અંદર સેવાદારની નિર્દયતાથી હત્યા કરતા પહેલા શું આ બદમાશોના હાથ ધ્રૂજતા નહોતા?

“જો આ કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા નથી તો પછી શું છે? ભાજપના ચાર એન્જિનોએ દિલ્હીને એવું બનાવી દીધું છે કે હવે આવી ઘટનાઓ મંદિરોમાં પણ બની રહી છે. શું દિલ્હીમાં હવે કોઈ સુરક્ષિત છે કે નહીં?”

આ ઘટનાએ માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર જ નહીં પરંતુ રાજકીય મોરચે પણ તોફાન સર્જ્યું છે. ભાજપ તરફથી હજી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી પરંતુ વિપક્ષે સરકારને ઘેરી લેવાની શરૂઆત કરી દીધી છે.

મંદિરમાં બનેલી આ હત્યાના બનાવે લોકોના મનમાં ડર ઊભો કરે છે કે જો પૂજાના સ્થળો પણ સુરક્ષિત નથી તો સામાન્ય નાગરિકો ક્યાં સુરક્ષિત રહેશે? આ ઘટનાથી ફરીવાર દિલ્હીમાં કાયદો-વ્યવસ્થા અંગે મોટા પ્રશ્નો ઊભા થયા છે.

એક આરોપીની ધરપકડ થઈ છે
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચુનરી પ્રસાદને લઈને ઝઘડો થયો હતો. ઝઘડો વધતા કેટલાક લોકોએ સેવાદાર પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાના તુરંત બાદ એક આરોપીને લોકો એ સ્થળ પર જ પકડીને પોલીસના હવાલે કર્યો. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Most Popular

To Top