Dabhoi

ડભોઇના નવાપુરા વિસ્તારનો યુવાન નડા ગામના તળાવમાં ડૂબી જતા મોત

ગુજરાત મિત્ર ન્યુઝ
ડભોઇ:
ડભોઇ તાલુકાના નવાપુરા વિસ્તારમાં રહેતો શ્રમિક યુવાન બે દિવસ અગાઉ સાંજના નડા ગામે ગયો હતો.ત્યારે નડા ગામના તળાવ માંથી તેની લાશ મળી આવતા શંકાસ્પદ મોતને લઈ પેનલ પોસ્ટમોર્ટમ કરાયું હતું.ડભોઇ પોલીસે અકસ્માતે મોતની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ડભોઇ દયારામ હાઈસ્કુલ પાછળ નવાપુરા વિસ્તારમાં રહેતો અનવર હુશેન તાલિબ હુશેન મલેક ઉં.વ.30 મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો.ગત તારીખ 27 ઓગસ્ટ ની સાંજે અનવરહુશેન મલેક કોઈ કામ અર્થે નડા ગામે ગયો હતો. જે બાદ બે દિવસ બાદ તેની લાશ ગામના તળાવમાં તરતી મળી આવી હતી.ગામ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે લાશનો કબજો મેળવી ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે પેનલ પી.એમ. કરાવ્યું હતું.જ્યારે પોલીસ એ લાશને જોઈ અને જુદાજુદા સોર્સ ધ્વારા એવા નિષ્કર્ષ પર આવી હતી કે મૃતક તળાવ કિનારે હાથ પગ ધોવા ગયો હોય શકે અને તળાવના ઊંડા પાણીમાં ગરક થઈ જતા તેનું અકસ્માતે મોત નીપજ્યું હોય શકે.જેથી અકસ્માત મોતના કારણ સાથે નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top