સુરતઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) દ્વારા કંપની સેક્રેટરી (CS)ના જૂન-2025ના એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું. સુરત માટે ગૌરવની વાત એ છે કે શહેરના રુદ્ર શ્રીનિવાસે પ્રોફેશનલ પ્રોગ્રામમાં 416 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 12 હાંસલ કર્યો છે.
રુદ્રએ જણાવ્યું હતું કે તેઓએ ઓનલાઈન ક્લાસ મારફતે અભ્યાસ કર્યો હતો. દરરોજના અભ્યાસની નોટ્સ તૈયાર કરીને નિયમિત રીતે રિવિઝન કર્યું હતું. છેલ્લા ત્રણ મહિનાથી તેણે સોશિયલ મીડિયા અને અન્ય ડિસ્ટર્બન્સથી દૂર રહીને માત્ર અભ્યાસ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ખાસ વાત એ છે કે રુદ્રએ કંપની સેક્રેટરીના ત્રણેય સ્ટેજ ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પહેલા અટેમ્પમાં જ પાસ કર્યા છે. આ સિવાયના આંકડાઓ દર્શાવે છે કે સુરતમાં પ્રોફેશનલ પ્રોગ્રામ (2022)ના ગ્રુપ-2નું પરિણામ સૌથી સફળ રહ્યું છે.
સફળતાનું રહસ્ય સોશિયલ મીડિયાથી દૂર રહેવું
ઓલ ઇન્ડિયા રેન્ક 12 અને શહેરમાં પ્રથમ સ્થાન મેળવનારા રુદ્ર શ્રીનિવાસે કહ્યું હતું કે “સફળતા માટે નિયમિત અભ્યાસ, સતત રિવિઝન અને અંતિમ સમયમાં સોશિયલ મીડિયાથી દૂર રહેવું મારી સૌથી મોટી તાકાત રહી છે.”
સુરતના પરિણામ પર નજર
પ્રોફેશનલમાં ગ્રુપ-2માં સૌથી વધુ સફળતા
પ્રોફેશનલ પ્રોગ્રામ (2017):
મોડ્યુલ-I : 27.27%
મોડ્યુલ-II : 34.78%
મોડ્યુલ-III : 23.08%
પ્રોફેશનલ પ્રોગ્રામ (2022):
ગ્રુપ-1 : 30.89%
ગ્રુપ-2 : 43.28% (સૌથી વધુ)
એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ (2022):
ગ્રુપ-1 : 23.46%
ગ્રુપ-2 : 29%
શહેરના ટોપર્સ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ
- ઊર્વિશા રામાણી – 368 માર્ક્સ (52.57%) – શહેરમાં પ્રથમ સ્થાન
- રાજદેવ તિવારી – 358 માર્ક્સ (52.14%) – શહેરમાં બીજું સ્થાન
પ્રોફેશનલ પ્રોગ્રામ
- રુદ્ર શ્રીનિવાસ – 416 માર્ક્સ (59.43%) – ઓલ ઇન્ડિયા રેન્ક 12, શહેરમાં પ્રથમ સ્થાન
- તુષાર સોની – 391 માર્ક્સ (55.86%) – શહેરમાં બીજું સ્થાન
- નીખિલ ભારદ્ધાજ – 378 માર્ક્સ (54.00%) – શહેરમાં ત્રીજું સ્થાન
- પરીણા શર્મા – 378 માર્ક્સ (54.00%) – શહેરમાં ત્રીજું સ્થાન