Business

આ વર્ષે ચાંદી ₹30,516 મોંઘી થઈ: ₹1.16 લાખ પ્રતિ કિલો પહોંચ્યો ભાવ, આજે ₹2,627 વધ્યા

આજે એટલે કે સોમવાર, 25 ઓગસ્ટના રોજ ચાંદીએ સર્વકાલીન ઉચ્ચતમ સ્તર બનાવ્યું છે. આજે એક કિલો ચાંદીનો ભાવ ₹2,627 વધીને ₹1,16,533 પર પહોંચી ગયો છે. શુક્રવારે ચાંદી ₹1,13,906 પ્રતિ કિલો હતી. અગાઉ 23 જુલાઈના રોજ ચાંદી ₹1,15,850 ની સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી હતી.

બીજી તરફ સોનું પણ સતત વધી રહ્યું છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) માં 10 ગ્રામ સોનાનો ભાવ ₹987 વધીને ₹1,00,345 થયો છે. શુક્રવારે તે ₹99,358 પ્રતિ 10 ગ્રામ હતો. 8 ઓગસ્ટના રોજ સોનું ₹1,01,406 ની સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યુ હતું.

આ વર્ષે ચાંદીનો ભાવ ₹1.46 લાખ સુધી વધી શકે છે
બજાર નિષ્ણાત કેડિયા કોમોડિટીના મતે 2025 ના અંત સુધીમાં એક કિલો ચાંદીનો ભાવ ₹1.30 લાખ સુધી પહોંચી શકે છે. મનીકંટ્રોલનો અંદાજ છે કે ચાંદીમાં 34%નો વધારો થઈ શકે છે, જે ભાવ ₹1,46,000 પ્રતિ કિલો સુધી લઈ જઈ શકે છે. આ અંદાજ સોના-ચાંદીના ગુણોત્તરના સામાન્ય સ્તર (60:1) પર આધારિત છે. જ્યારે સિટીગ્રુપના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચાંદીનો ભાવ ₹1,20,000 થી ₹1,30,000 પ્રતિ કિલો જેટલો હોઈ શકે છે.

આ વર્ષે સોનું ₹1 લાખ 4 હજાર સુધી વધી શકે છે
કેડિયા એડવાઇઝરીના કહે છે કે યુએસ ટેરિફને કારણે ભૂરાજકીય તણાવ રહે છે. આ સોનાને ટેકો આપી રહ્યું છે અને તેની માંગ પણ વધી રહી છે. આવી સ્થિતિમાં આ વર્ષે સોનું 10 ગ્રામ દીઠ 1 લાખ 4 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. બીજી તરફ આ વર્ષે ચાંદી 1 લાખ 30 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે.

Most Popular

To Top