Dabhoi

ડભોઇના મહુડી ભાગોળ વિસ્તારમાં રખડતા ઢોરોએ દશ લોકોને અડફેટે લીધા

ડભોઇ: ડભોઇમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતાં ઢોરોને લઈ ગુજરાત હાઈકોર્ટ પણ લાલધુમ હોવા છતાંય રખડતા ઢોરો પર સરકાર કાબૂ મેળવી શકી નથી. જેનો ભાગ સામાન્ય જનતા બની રહી છે. ડભોઇમાં ડેપો વિસ્તારમાં રખડતા ઢોરો રોડ પર કાબુ મેળવી લે છે અને રાહદારીઓ અને વાહનચાલકો ને અડફેટે લેવાના બનાવો અવારનવાર બને છે.. આજે ડભોઇના મહુડી ભાગોળ વિસ્તારમાં રખડતાં ઢોરોએ દશ જેટલા વાહનચાલકો અને રાહદારીઓને અડફેટે લેતાં ચકચાર મચી છે.

ડભોઇ નગરપાલિકા ધ્વારા રખડતાં ઢોરો માટે કોઈ નકકર યોજના ન હોવાને કારણે નગરજનો ભોગ બની રહ્યા છે ડભોઇમાં અવારનવાર રખડતાં ઢોરોનો ત્રાસ જોવા મળે છે. ડભોઇના શાકમાર્કેટ ટાવર ,લાલબજાર , ભારતટોકીઝ જેવા ભરચક બજારમાં પણ રખડતાં ઢોરોનો ત્રાસ જોવા મળે છે.

ડભોઇ નગરપાલિકા ગુજરાત હાઈકોર્ટેની રખડતાં ઢોરો માટેની ગાઈડ લાઈનને અનુસરે એ જ સમયની માંગ છે. ડભોઇ નગરપાલિકા રખડતાં ઢોરો માટે ચોક્કસ રણનીતિ નક્કી કરી નગરજનો ને રખડતાં ઢોરો ના ત્રાસ માંથી છોડાવે એવું લોકો ઈચ્છી રહ્યા છે.

Most Popular

To Top