Kapadvanj

કપડવંજ કેળવણી મંડળ દ્વારા હેમેન્દ્રભાઈ તેલી પ્રેરિત વરિષ્ઠ નાગરિકો માટે કાર્યક્રમનું આયોજન

કપડવંજ: હેમેન્દ્રભાઈ તેલી પ્રેરિત તથા કપડવંજ કેળવણી મંડળ આયોજિત વરિષ્ઠ નાગરિક માટે આઠમાં કાર્યક્રમનું આયોજન તા.૨૩/૮/૨૦૨૫ ના રોજ પવિત્ર શ્રાવણી અમાસે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત થતા પહેલા જ મેઘરાજાએ કૃષ્ણ જન્મ સમયનો કુદરતી માહોલ બનાવ્યો. મેઘરાજાએ અતિ વણસાવેલી પરિસ્થિતિમાં પણ ૧૫૦ વડીલજનો ઉપસ્થિત રહ્યાં હતા.

જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો અને ચાર દિવસમાં ઢોલ નગરા સાથે શેરીએ શેરીએ પધારનાર વક્રતુંડ મહાકાય શિવ – પાર્વતીના જાયા શ્રી ગણેશજીને આવકારી ધામ ધૂમથી ભજનો, ગરબા અને રાસ સાથે કાર્યક્રમમાં ભક્તિ સભર મઝા માણી. ૧૦૮ દિવાની આરતી કરવામાં આવી, જેનો લાભ સૌ ઉપસ્થિતિ સદસ્યોને મળ્યો. આ આહલાદક વાતાવરણને કે.કે.એમ માં ફરજ બજાવતા જયશ્રીબેન મોઢવાડીયા એ શ્રીકૃષ્ણનું રૂપ ધારણ કરી જીવંત બનાવ્યો. કાર્યક્રમને અનુરૂપ પોષક ધારણ કરી આવેલા સદસ્યને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં. પધારેલ સૌ પરિવારના સદસ્યોને નયનાબેન ગાડીના સૌજન્યથી અલ્પાહાર બાદ કાર્યક્રમની મજા માણી અને અંતે પ્રીતિ ભોજનરૂપી પ્રસાદી ગ્રહણ કરી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નીલાબેન પંડ્યા અને શ્રી હિમાંશુભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કે.કે.એમની વોલેન્ટિયર ટીમ દ્વારા કરવામાં આવ્યું.

Most Popular

To Top