National

ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થયાના બીજા દિવસે કોંગી નેતાના ઘરે EDના દરોડા, 12 કરોડ રોકડા મળ્યાં

સંસદમાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થયાના એક દિવસ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કર્ણાટક કોંગ્રેસના નેતા કે.સી. વીરેન્દ્રના ઘરેથી 12 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. રોકડ ઉપરાંત ED એ 6 કરોડ રૂપિયાના ઘરેણાં પણ જપ્ત કર્યા છે.

ED એ ચિત્રદુર્ગા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય કે.સી. વીરેન્દ્ર અને અન્ય લોકો સામે ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજીના સંબંધમાં કેસ નોંધ્યો હતો. ED એ દેશભરમાં 31 સ્થળોએ દરોડા પાડ્યા, જેમાં ગંગટોક, ચિત્તોડગઢ જિલ્લો, બેંગલુરુ, હુબલી, જોધપુર, મુંબઈ અને ગોવાનો સમાવેશ થાય છે અને ગોવામાં પાંચ કેસિનો – પપ્પી’સ કેસિનો ગોલ્ડ, ઓશન રિવર્સ કેસિનો, પપ્પી’સ કેસિનો પ્રાઇડ, ઓશન 7 કેસિનો અને બિગ ડેડી કેસિનો પર પણ દરોડા પાડ્યા હતા.

તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી કિંગ567, રાજા567 વગેરે નામની ઘણી ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ્સ ચલાવતો હતો. આ ઉપરાંત, આરોપીનો ભાઈ કે.સી. થિપ્પાસ્વામી દુબઈથી ત્રણ કંપનીઓ ચલાવે છે. ડાયમંડ સોફ્ટેક, ટીઆરએસ ટેક્નોલોજીસ અને પ્રાઇમ9 ટેક્નોલોજીસ. આ કંપનીઓ કોલ સેન્ટર સેવાઓ અને ગેમિંગ વ્યવસાય સાથે સંકળાયેલી છે.

Most Popular

To Top