કોલેજમાં સૌથી હોંશિયાર ગણાતો નિરજ, કોલેજ બાદ તેણે એક સ્ટાર્ટ અપ શરૂ કર્યું, સ્ટાર્ટ અપ સફળ થયું. સફળતા પણ મળી અને અચાનક એક દિવસ કોઈ એક નાનકડી ભૂલને કારણે બહુ મોટું નુકસાન થઈ ગયું. તેનો વિશ્વાસ હલી ગયો. તે નિરાશ થઈ ગયો. હતાશ થઈ ગયો. પૈસાની તંગી પડવા લાગી. ધંધો સાવ ઠપ થઈ ગયો.પત્ની ઝઘડો કરી બાળકોને લઈને પિયર ચાલી ગઈ. નિરજ જીવન ટૂંકાવવાના વિચાર કરવા લાગ્યો. નિરાશા અને હતાશાભરેલી માનસિક સ્થિતિ સાથે તે રસ્તા પર કોઈ જ મંઝિલ વિના ચાલ્યો જતો હતો ત્યારે પાછળથી એક બૂમ આવી; ‘એ નિરજ શું કરે છે? નિરજે પાછળ ફરીને જોયું તો તેનો કોલેજનો મિત્ર નિહાર હતો. નિહારે નજીક આવીને કહ્યું, ‘નિરજ, કેમ છે દોસ્ત? કેટલા વર્ષે મળ્યા?’
આમ હિંમત ન હારી જા. તું લડી શકીશ. મને તારામાં વિશ્વાસ છે.’ પોતાની ભૂલને કારણે જીવનમાં નિષ્ફળતા મળી એટલે નિરજનો આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો પણ પોતાના કોલેજના દોસ્તના આ પ્રેરણાત્મક શબ્દો સાંભળીને તેનો વિશ્વાસ કદાચ પાછો આવ્યો. તે મિત્રને ભેટી પડ્યો અને કહ્યું, ‘આભાર દોસ્ત, તેં મારામાં વિશ્વાસ બતાવ્યો પણ હવે મને નથી લાગતું કે હું કંઈ કરી શકું?’ નિહારે કહ્યું, ‘અરે દોસ્ત, તું જ કરી શકીશ.
કંઈક શાંતિથી સકારાત્મક વિચાર ચોક્કસ માર્ગ દેખાશે.’ બંને દોસ્તો દરિયા કિનારે બેઠા. નિરજે શાંતિથી વિચાર કર્યો ત્યારે તેને સમજાયું કે ધંધો ઠપ થઈ ગયો છે પણ પોતાની ઓફિસ અને ઘર હજી એની પાસે છે. તેણે ઓફિસ વેચી નાખી જે પૈસા આવ્યા તેમાંથી ફરીથી નાનો ધંધો શરૂ કર્યો અને તેને તેમાં સફળતા મળવા લાગી. પહેલાં મળી હતી તેના કરતાં વધુ સફળતા તે થોડાં જ વર્ષોમાં મેળવી લીધી અને જીવન ફરી પાટે ચડી ગયું. આ બધું જ થવા પાછળ હતા તેના મિત્રોના શબ્દો, હિંમત આપતા શબ્દો. વિશ્વાસ જગાવતા શબ્દો. જીવનમાં કોઈની કોઈ મદદ ન કરી શકો ત્યારે તમારા હિંમત જગાવતા શબ્દોથી કોઈ હિંમત હારેલાને હિંમત આપજો. તેનો વિશ્વાસ જગાડજો. તેનામાં વિશ્વાસ દેખાડજો.