SURAT

વાપી નેશનલ હાઇવેની બંને તરફ ત્રણ કિમી ટ્રાફિક જામ

વાપી : વાપીથી બગવાડા ટોલનાકા સુધી નેશનલ હાઈવે-૪૮ ઉપર બંને તરફ ટ્રાફિકજામથી વાહન ચાલકો પરેસાન થયા હતા. શુક્રવારે સાંજે કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો. સુરતથી મુંબઈ તરફ જવાના રસ્તા ઉપર ટુકવાડા પાસે એક ટ્રક ખાટકાઈ પડી હતી. આ ઉપરાંત નેશનલ હાઈ વે ઉપર મોટા ખાડા પડી ગયા હોવાથી કન્ટેનર તેમજ ભારે વાહનો ખૂબ ધીમી ગતિએ ચાલતા હાઈ વે ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. મુંબઈથી સુરત તરફના હાઈ વે ઉપર પણ ટ્રાફિક જામ થતા બંને તરફના રોડ ઉપર ખૂબ ધીમી ગતિએ વાહનો ચાલતા હોવાથી ટ્રાફિક જામ થયો હતો. વાપીથી બગવાડા ટોલનાકા સુધી લગભગ ત્રણ કિલોમીટર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. નેશનલ હાઈ વે -૪૮ ઉપર બંને તરફ વાપીમાં ટ્રાફિકજામના એરયલ વ્યૂહ તસવીરમાં જોઈ શકાય છે.

અંકલેશ્વરમાં પણ હાઈવે પર ટ્રાફિક જામ, 5 કિ.મી. સુધી વાહનો ફસાયાં
અંકલેશ્વર: અંકલેશ્વર જટિલ બનતી ટ્રાફિક સમસ્યા વચ્ચે પુનઃ એકવાર નેશનલ હાઇવે નંબર 48 પર સુરત જતી લેનમાં 5 કિમી લાંબી વાહનો કતાર જોવા મળી હતી. વારંવાર સર્જાતા ટ્રાફિક જામ અંગે સ્થળ તપાસ કરતાં આમલાખાડી બ્રિજ સાંકડો (બોટલ નેક) હોવાથી આ પરિસ્થિતિ ઉદ્દભવી રહી છે.

અહીં હાઇવે પરના 3 લાઈનમાં આવતા વાહનો અને વાલિયા ચોકડી થઇ આવતા એપ્રોચ રોડની બે લાઈનમાં વાહનો બ્રિજ આગળ જ ભેગા થાય છે. જેને લઇ બ્રિજ પાર કરવા વાહન ઉતાવળ કરી આગળ વધતા પાંચ લાઇનમાં વાહન બે લાઇન જવા જતાં પાછળ વાહન કતાર લાગી જાય છે. હવે હાઇવે પરના માર્ગો પણ સાંકડા પડી રહ્યા છે. વધુ એક માર્ગના વિસ્તૃતીકરણ તરફ એન.એચ.આઈ આગળ વધી રહી છે.

આ વચ્ચે રોજબરોજના ચક્કાજામને લઇ માર્ગ પરિવહન પર વિપરીત અસર પડી રહી છે. એન.એચ.આઈ દ્વારા આમલાખાડી સમાન્તર વધુ એક બ્રિજ બનાવવા માટે મંજૂરી મેળવી ઇજારદારને ઇજારો પણ આપવામાં આવ્યો હતો. જેના દ્વારા હાલ બ્રિજ પાસે સ્પાન ઊભા કરવા માટે પણ કવાયત શરૂ કરી છે. જો કે હજુ પણ દોઢ વર્ષથી બે વર્ષ સુધી આ સમસ્યા યથાવત રહી શકે છે.

Most Popular

To Top