સુરત: કતારગામ ખાતે નાના હીરાના કારખાનામાં ગંભીર અકસ્માતનો બનાવ બન્યો હતો. આ કારખાનામાં કામ કરતી પરિણીતાના વાળ હીરાની ઘંટીમાં ફસાઇ ગયા હતાં. આ ઘંટી એટલી ઝડપથી ફરી રહી હતી કે તેમાં ફસાયેલા વાળ માથામાંથી છૂટા પડી ગયા હતા. જેના કારણે તેના માથામાંથી મોટી માત્રામાં લોહી વહી ગયું હતું. હાલમાં આ પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોક બજાર વિસ્તાર આવેલા ઉદયનગરમાં રહેતી પરિણીતા કતારગામના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરે છે. 20 ઓગસ્ટ રોજ સવારે મહિલા જે નિયમિત રીતે ઘંટી પર હીરા પોલીશ્ડ કરી રહી હતી. તે સમયે તેનો દુપટ્ટો ઘંટીની સરણમાં ફસાઇ ગયો હતો. દુપટ્ટાની સાથે તેનું માથ પણ સરણમાં ફસાઇ જતાં તેના માથાના તમામ વાળ છુટા થઇ ગયા હતા. ત્યાં તેને ભારે રક્તસ્ત્રાવ થયો હતો. સાથી કામદારને તેના વાળ બચાવવાની તક પણ મળી શકી નહતી. ભારે રક્તસ્ત્રાવને કારણે તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી. હાલ લાલ દરવાજાની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
આ દરમિયાન તેના ખભા પર નો દુપટ્ટો ઘંટીની ઝડપથી ફરતી સેરેનમાં ફસાઈ ગયો હતો . દુપટ્ટાની સાથે તેના વાળ અને તે પોતે પણ ખેંચાઈ ગઈ હતી . સાથી કામદારોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ થોડી જ ક્ષણોમાં તેના માથાના તમામ વાળ ખેંચાઈને અલગ થઈ ગયા અને દૂર ફેંકાઈ ગયા હતા . આ ઘટનાથી મહિલાના માથા માંથી ભારે રક્તસ્ત્રાવ થતો હતો.જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી.જેથી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયી હતી. પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી . હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.અને તેની હાલત ગંભીર પરંતુ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટરો તેની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં મહિલાનું માથું ધડથી અલગ થઇ ગયું હોવાની વાત ફરતી થઇ
ઘટનાના બે દિવસ બાદ, એટલે કે 22 ઓગસ્ટના રોજ, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો કે આ અકસ્માતમાં મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું છે. આ વીડિયો ઝડપથી ફેલાયો અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો જોકે તપાસ કરતા સ્પષ્ટ થયું કે આ વીડિયો ખોટો છે, અને મહિલા જીવતી છે તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. આ ખોટી માહિતી એ લોકોમાં ભ્રમ ફેલાવ્યો હતો. અને આવી અફવાઓ થી બચવું જરૂરી છે.