વાઘોડિયા ખાનગી યુનિવર્સિટી પાસે સમી સાંજની ઘટના


વાઘોડિયા
વડોદરા થી વાઘોડિયા તરફ આવતી વિટકોસ સીટી બસે પારુલ યુનિવર્સિટી પાસે આઇસર સાથે અકસ્માત સર્જ્યો હતો અકસ્માત બાદ આઇસર અને સીટી બસના ડ્રાઇવર બંન્ને ઘટના સ્થળેથી ભાગી જતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વાઘોડિયામાં ફરી એકવાર વિટકોસ સીટી બસે અકસ્માત સર્જ્યો છે વાઘોડિયા થી વડોદરા તરફ આવતી વિટકોસ બસના ચાલકે બાઈક ચાલકને બચાવવા જતા સીટી બસ રોંગ સાઈટ પર પહોંચી જતા સામેથી આવતી આઈસર સાથે અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માત સર્જાતા સીટી બસમાં બેસેલા મુસાફરનો જીવ પડીકે બંધાયો હતો. સદ્ર નસીબે કોઈને કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી. અકસ્માતના સ્થળે આઇસર ચાલક અને બસ ચાલક પોત પોતાનુ વાહન મૂકી ફરાર થઈ જતા રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત અંગેની જાન વાઘોડિયા પોલીસને થતા વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત સર્જેલા બંને વાહનોને રોડ ની બંને બાજુ કરતા વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાયો હતો. મહત્વની બાબત છે કે વિટકોસ બસ ચાલકો ધ્વારા વાઘોડિયા વડોદરા ફોરલેન રોડપર વારંવાર અકસ્માતની ઘટના બને છે ત્યારે મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા ને લઈ અનેક સવાલો ઊભા થયા છે. બીજી તરફ રોડ પર પડેલા ખાડાને ટાળવા અન્ય વાહન ચાલકો ચાલુ વાહને લેફ્ટ અને રાઈટ સાઈડ વાહનકારી ખાડાથી બચવાના પ્રયાસ કરે છે તેવામાં પાછળથી આવતા વાહનો આગળ ચાલતા વાહનો બ્રેક કરાતા તેને બચાવવાના પ્રયત્નોમાં અકસ્માતો બને છે. વિટકોસ બસ દ્વારા આગળ ચાલતા બાઈક ચાલકને બચાવવા જતા બસ રોંગ સાઈડ પર પહોંચી આઇસર સાથે અકસ્માત કર્યો હતો જેમાં બસ અને આઇસર બંન્નેને નુકસાન પહોંચ્યું છે સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. ત્યારે ખખડધજ બનેલા રોડના કારણે સામાન્ય જનતાનો જીવ ચોક્કસ જોખમાઈ રહ્યો છે. જે અંગે જિલ્લા માર્ગ મકાન વિભાગ નોંધ લેતો આવનાર દિવસોમાં વધુ અકસ્માતો જ નહિ પરંતુ જાનહાની પણ ટાળી શકાય તેમ છે.
