Charchapatra

બમણી આવક, બાળકો નહીં

અમે બે, અમારા બે- આ પરથી અમે બે-અમારું એક અને હવે માત્ર અમે બે જ! સંતાનો વિના ઘર સૂનું સૂનું લાગે. લગ્ન પછી ભારતીય પરિવાર સંતાન ઈચ્છે જ છે. કેટલાંક યુગલ પ્લાનિંગ પછી પણ બાળક ન મેળવી શકતા હતાશ છે, ત્યારે ડિન્ક કપલ બાળક જ નથી ઈચ્છતા! ડિન્ક કપલનો કોન્સેપ્ટ ભારતમાં પગ પેસારો કરી ચૂક્યો છે. ડિન્ક(DINK) એટલે ડ્યુઅલ ઈન્કમ, નો કિડ્સ. લગ્ન થાય ત્યારથી કે તે પહેલાથી જ પરસ્પરની મંજુરીથી બાળકો ન કરવાનો નિર્ણય કર્યો હોય એવું કપલ.

આધુનિક વિચારો ધરાવતા, ઉચ્ચ પગારવાળી નોકરી કરતાં, સ્વતંત્રતા ઈચ્છતાં, પોતાના સપનાંને જીવતા કપલ, બાળકને સમય નહીં આપી શકે, જવાબદારીમાંથી મુક્તિ મળે, આવક વધે, ટેન્શન ન રહે, ગમે ત્યાં શિફ્ટ થઈ શકે એવા કારણોથી બાળકને જન્મ ન આપવાનો ફેંસલો કરે છે. સમાજ માટે ડિન્ક કપલનો કોન્સેપ્ટ સ્વીકારવો મુશ્કેલ છે. પણ આ તેમનો અંગત નિર્ણય છે. બાળકો ન હોવાથી આ કપલ એકબીજા સાથે વધુ સમય રહી શકે છે. એવું ગણિત ભલે સમજાવે પણ આપણો સમાજ એટલો એડવાન્સ નથી. માટે જ ડિન્ક કપલે સમાજનાં પ્રેસરનો ભોગ બનવું પડે છે. ખેર! આ જીવનશૈલીનો એક વિકલ્પ છે.
સુરત     – અરુણ પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top