શિનોર:
શિનોર તાલુકાના સેગવા અને આનંદી વચ્ચે રેતી ભરેલા ટાટા હાઇવો ગાડીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આનંદી ગામ અને સેગવા ચોકડી વચ્ચે ચાણોદ પાટીયા પાસેથી ડ્રાઈવર અબ્દુલ અહાબ અન્સારી
ટાટા હાઈવા ટ્રક નંબર G1 13-AV-6172 લઈને સુરત (કામરેજ) થી રેતી ભરવા માટે ચનવાડા ગામ, તા.ડભોઈ,જી.વડોદરા ખાતે જવા માટે નિકળ્યો હતો અને પરત વરાછા ગામ, તા.નાંદોદ, જી.નર્મદા ખાતે જતા હતા. તે વખતે રાત્રીના સાડા ત્રણ વાગ્યાના અસ્સામાં આનંદી ગામ અને સેગવા મોકડી વચ્ચે ચાણોદ પાટીયા પાસે પોહચતા ટૂંકમાં આગ લાગતા આશરે રૂપિયા ૨૫,૦૦,૦૦૦ (પચ્ચીસ લાખ) નુ નુકશાન થવા પામ્યું છે જેસીબી ની મદદથી હાઈવેટ ટ્રકની રેતી ખાલી કરવામાં આવી હતી. આ દ્રશ્ય જોવા લોક ટોળા માટે હતા આગળની તપાસ સિનોર પોલીસે હાથ ધરી છે..