સુરતની સેમિકન્ડકટર ટેક્નોલોજીમાં કામ કરતી કંપની ક્વાડ ક્વોન્ટમ દ્વારા સરદાર પટેલ યુનિવર્સીટી સાથે એક મહત્વપૂર્ણ (MOU) (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર થયા હતા. જેના માધ્યમથી સેમિકન્ડક્ટર ક્ષેત્ર માં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન મળશે.
ક્વાડ ક્વોન્ટમ ના મેનેજિંગ ડાયરેક્ટર ડો. જીવરાજભાઈ ડાંખરા, સરદાર પટેલ યુનિવર્સિટી ના રજીસ્ટ્રાર ડૉ ભાઈલાલ ભાઈ પી. પટેલ તથા સરદાર પટેલ યુનિવર્સીટી વાઇસ ચાન્સેલર ડૉ નિરંજનકુમાર પી. પટેલ ની હાજરીમાં આ કરાર કરવામાં આવ્યા હતા.
આ MOU કરવામાં ડૉ. કે ડી પટેલ (સીનીયર પ્રોફ. ડિપાર્ટમેન્ટ ઓફ ફિજિક્સ) તથા રાજેશભાઈ રાજપરા (પૂર્વ ઇનચાર્જ, યુનિ. કોમ્યુર્નીકેશન અને ઓટોમેશન) ના અથાગ પ્રયત્નો અને વિઝન ખૂબ જ મહત્વ પૂર્ણ રહ્યા હતા. આ મહાનુભાવને કારણે શિક્ષણ જગત અને ઉદ્યોગ જગત વચ્ચે સંકલન શક્ય બન્યું હતું.
આ અવસરે ડૉ. જીવરાજ ડાંખરા એ સરદાર પટેલ યુનિવર્સીટીમા અધ્યતન લેબ માટે આર્થિક સહાય તથા વિધાર્થીઓ માટે અન્ય સુવિધાઓ પૂરી પાડવાની પ્રતીબધ્ધા વ્યક્ત કરી હતી.
આ MOU થી MSc. IN SEMICONDUCTOR AND TECHNOLOGY કૉર્સ ના વિદ્યાર્થીઓને સીધો લાભ થશે તથા વિદ્યાર્થીઓ માટે નોકરીની ઉજજવળ તકો ઉપલબ્ધ થશે. અને સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના SEMICONDUCTOR MISSION ને વેગ મળશે. આ પ્રસંગે CEO, બ્રિજેશ ડાંખરા પણ વિડીયો કોન્ફરન્સ થકી હાજર રહ્યા હતા. તથા ફિઝિકસ ડિપાર્ટમેન્ટ હેડ ડૉ એમ. પી દેશપાંડે, ડૉ પીયુષ પટેલ તથા મનીષ પટેલ આ સાથે જોડાયા હતા. આ ઐતિહાસિક MOU પ્રસંગે યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર એ ઉદ્યોગો ને ટેક્નિકલ સહાય માટે પ્રતિબંધિત, જાહેર કરી હતી.