Godhra

ખેડાના સંશોધક ડૉ ધવલ સોનેરીએ પ્રાથમિક શાળાના પ્રશ્નો અંગે રિસર્ચ કરી સરકારનું ધ્યાન દોર્યું

રિસર્ચમાં આંખો ખોલનારા પરિબળો સામે આવ્યા: સુધારો લાવવા રાજ્ય સરકારે આપી હૈયાધારણા

પ્રતિનિધિ ગોધરા તા.20

મનુષ્ય આદિમાનવ હતો ત્યારથી આજ પર્યંત સંશોધનો થતાં આવ્યા છે અને તેથી જ નવી શોધોને લીધે આજનું જીવન વધુ સરળ અને મુશ્કેલીઓથી પર રહેવા પામ્યું છે. આવું જ એક સંશોધન માતરની એક શાળાના ટ્રસ્ટી અને મૂળ સાબરકાઠાના વતની સંશોધકશ્રી ડૉ ધવલ સોનેરીએ મધ્ય ગુજરાતની ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને માધ્યમ દ્વારા કર્યું છે. જેમાં પ્રાથમિક શાળાના ઊંડાણના સંશોધન દરમ્યાન કેટલાક તારણો કાઢ્યા છે અને તે અંગે સરકારનું ધ્યાન પણ દોર્યું છે.
આ સંશોધન બાબતે તેમણે ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ડૉ કુબેરભાઈ ડિંડોરને પણ ધ્યાન દોર્યું છે. આ સિવાઈ તેમણે ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાંનસરિયા, નિયામક એમ આઈ જોષી, સચિવ શિક્ષણ વિભાગ અને નિયામક GCERT સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગાંધીનગરને સંશોધન અંગેના પ્રાથમિક શાળાઓ અને શિક્ષણને સ્પર્શતા કેટલાક નિષ્કર્ષોની ધારદાર રજુઆત કરી છે. સંશોધક ડૉ ધવલ સોનેરી દ્વારા પ્રાથમિક શાળાઓના સંશોધનમાં જણાવેલી ખામીઓ સુધારવા નીચેના મુદ્દાઓની સરકારને રજૂઆત કરેલ છે. તેમની રજૂઆતમાં (૧) વર્ગવાર અને વિષય વાર શિક્ષકની ભરતી કરવી.(૨) શાળામાં કલાર્કની ભરતી કરવી. (૩) ચૂંટણી કામગીરી,B.L.O, વસ્તી ગણતરી જેવી બિનશૈક્ષણિક કામગીરીમાંથી બાકાત રાખવા. (૪) એકમ કસોટી દૂર કરવી,( સરકારે અમલ કર્યો છે)
(૫) બાલવાટિકા વર્ગ માટે ચાઇલ્ડ હેલ્પરની નિમણૂક કરવી. અત્રે ઉલ્લેખનીય છે કે
ઉપરોક્ત રજૂઆતને ધ્યાને લઈ તા:૮/૮/૨૦૨૫ ના રોજ નિયામક GCERT દ્વારા મેઇલ દ્વારા સંશોધકને અનુકૂળ અને આવશ્યક સૂચનોના અમલ માટે કાર્યવાહી કરીશું તેવો જવાબ પણ આપવામાં આવ્યો છે. ઉપરાંત સંશોધકને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલ દ્વારા રૂબરૂ અભિપ્રાય માટે જાણ કરેલ હોવાનું જાણવા મળેલ છે. બાળકો, શિક્ષકો અને સમાજને ધ્યાને લઈ રાષ્ટ્રના વિકાસ માટે આ ક્રાંતિકારી નિર્યણ લઈ એમના સંશોધનને ન્યાય મળે અને સાચી દિશામાં તેનો ઉપયોગ થાય તેવું તેઓ ઇચ્છી રહ્યા છે. આ એક એવા Ph.d કરનાર સંશોધક છે કે જેમણે સંશોધન કરીને સરકારને શિક્ષણની દિશા અને શિક્ષકની દશા જણાવવા રજૂવાત પણ કરી છે.

Most Popular

To Top