Vadodara

NEET PG 2025ના પરિણામો જાહેર : મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ બાજી મારી

હિરક અગ્રવાલ 17 અને અંજલી કુમારીએ 25મો રેન્ક મેળવ્યો

વ્યક્તિગત સ્કોરકાર્ડ 29 ઓગસ્ટ, 2025 ના રોજ અથવા તે પછી વેબસાઇટ natboard.edu.in પરથી ડાઉનલોડ કરી શકાશે

( પ્રતિનિધી )વડોદરા,તા.19

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સના નિટ પીજીના પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું. પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટમાં હાજર રહેલા ઉમેદવારોએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in અને nbe.edu.in પર તેમના પરિણામો ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ નિટ પીજીના જાહેર કરાયેલા પરિણામોમાં વડોદરા મેડિકલ કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓમાં સંસ્કૃતિ ઠક્કર- AIR 312, અંજલિ કુમારી- AIR 25, ગોપિત AIR 41, વિધી શાહ AIR 828, અનવી 440, હિરક અગ્રવાલ- AIR 17, યશ ગાંધી- AIR 689, દેવેશ મહેતા AIR – 625, ઉર્વીશ જૈન- AIR 622, ધ્રુવિલ પટેલ- AIR 812 અવની પટેલ- AIR 85 અને મનન દોશીએ AIR 389 રેન્ક મેળવ્યો હતો. નોંધનીય છે કે, NEET PG 2025 ની પરીક્ષા 3 ઓગસ્ટ, 2025 ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષા સવારે 9 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી એક જ શિફ્ટમાં લેવામાં આવી હતી. 200 બહુવિધ પસંદગીના પ્રશ્નો હતા, જેમાં દરેકમાં ફક્ત અંગ્રેજી ભાષામાં 4 પ્રતિભાવ વિકલ્પો, વિચલકો હતા.ઉમેદવારોએ દરેક પ્રશ્નમાં આપેલા 4 પ્રતિભાવ વિકલ્પોમાંથી સાચો,શ્રેષ્ઠ, સૌથી યોગ્ય પ્રતિભાવ,જવાબ પસંદ કરવાનો હતો. પરીક્ષામાં નકારાત્મક માર્કિંગ પણ હતું, એટલે કે ખોટા જવાબો માટે 25% નકારાત્મક માર્કિંગ. જોકે, પ્રયાસ ન કરાયેલા પ્રશ્નો માટે કોઈ ગુણ કાપવામાં આવતા નથી. પરીક્ષાનો કુલ સમયગાળો 3 કલાક 30 મિનિટનો હતો. દરમિયાન, NBEMS મુજબ, વ્યક્તિગત સ્કોરકાર્ડ 29 ઓગસ્ટ, 2025 ના રોજ અથવા તે પછી વેબસાઇટ natboard.edu.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

Most Popular

To Top