Kalol

નવચેતન વિદ્યા મંદિરના ૫૦ વર્ષ પુરા થતાં સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી


કાલોલ: કાલોલ તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલી પીંગળી ગામે નવચેતન વિદ્યા કેળવણી મંડળ દ્વારા શ્રી નવચેતન વિદ્યા મંદિરની સ્થાપના શાળાના આદ્ય સ્થાપક સ્વ.અનસૂયા સુથાર અને રમેશચંદ્ર સુથારે સન ૧૯૭૫માં એક ભાડાના મકાન માં કરી હતી. કાચુ માટી ગારના ઘરમાંથી શિક્ષણના રથને આગળ ધપાવ્યો હતો. જેને આજે ૫૦ (પચાસ) વર્ષ પુરા થતાં ભવ્ય સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ગામ પીંગળી ગામ ખાતે ગામનાં અગ્રગણ્ય વડીલો, સરપંચ અને અજોડ દાતા અસગર બાગબાનની અધ્યક્ષતા હેઠળ કેક કાપીને સૌનું મીઠુ મો કરાવી જશ્ન મનાવી આનંદ છવાયો હતો. આ પ્રસંગે દાતાએ સીસી ટીવી કેમેરા કુલ દસ નંગ દાન ભેટ આપી હતી અને ૨ બે ઠંડા પાણી ના કૂલર પણ ભેટ આપ્યા હતા. જે બાબતે તેઓ કાયમી દાતા તરીકે જાહેર થયા હતા. આ તબક્કે ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં સત્યમ સુથાર, સુભાસચંદ્ર સુથાર અને સમગ્ર મંડળના સભ્યો ગ્રામજનો અને વિજયસિંહ સોલંકી સરપંચ, ડી. આર.સોલંકી બલેટીયા સરપંચ વિક્રમસિંહ સોલંકી , ગુતાલ શાળાના આચાર્ય રાકેશ ઉપાધ્યાય અને સુરેલીના આચાર્ય મનીષ સોલંકી, આર.આર.સોલંકી હાજર રહ્યા હતા. આચાર્ય સમીર શાહે અથાગ પ્રયત્નો કરી આ શાળા આગળ આવે તેવા પ્રયત્નો હાથ ધર્યા કેમ આ શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવી ને નિવૃત્ત થઈ ગયા છે તેવા તેમજ હાલ આ શાળા માં ફરજ બજાવીને ધામગમન થયા છે એવાં શિક્ષકોના સૌ પરીવાર ને આમંત્રિત કરી શોભા વધારી હતી બીજેમાં આ શાળા માં ભણેલા ગણેલા ભુતપુર્વ વિધ્યાર્થીઓ આજે શિક્ષક , વકીલ, ડૉકટર, એન્જિનિયર, વેટેનરી ડૉકટર, તો પ્રોફેસર, નર્સ, પેઈન્ટર અને સરપંચ સહિત રાજકિય પક્ષો lમાં પણ ઝંપલાવ્યું છે. એવા પણ વિધ્યાર્થીઓ આ શાળામાંથી ભણી ગણીને તૈયાર થયા છે. તો કવિ, લેખક પત્રકાર પણ આ શાળા માં ભણેલા ગણેલા ભુતપુર્વ વિધ્યાર્થીઓ આજે તૈયાર થયા છે. વળી કેટલાક ઉત્તમ ખેતી માટે કૃષિ ક્ષેત્રમાં કાર્યરત છે. ગ્રામ સેવક, તો પોલીસ અને પી. એસ. આઈ પણ બન્યા છે. આ શાળા ના એક વિધાર્થી શહીદ થયા છે જેઓ ઠાકોર કિર્તનસિંહ. પી. જેઓએ આ શાળા માં શિક્ષણ લીધુ હતું, જે આ શહીદ વિર માટે આ શાળા દુઃખ વ્યકત કરે છે. ત્યારે આ શાળાના બાળકો lને પ્રેરણા મળે એવી વાતો કરી હતી એ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એચ જી ગોસાઈએ કર્યું હતું.

Most Popular

To Top