Business

કચરાનાં કન્ટેઈનરો ફરીથી મૂકવા જરૂરી

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર ડસ્ટબીન કલેક્શન સિસ્ટમ ભલે અમલી રહે. એમાંય કચરાગાડીનાં કોન્ટ્રાક્ટ ભલે હોય, ભલે દર માસે અધધ ચૂકવણા થતાં રહે, એમાંય કંઈક કેટલીય વખત કચરા ઉપાડવા બાબતોને લઈને વિવાદો ભલે રહેતા, સાંપ્રત સમયનો સત્તાવાળાઓનો શાસન સિનારિયો એવો છે કે કોને કશું કહેવાય નહીં. ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે એ બાબત જગજાહેર.  સુરત શહેરનાં સેન્ટ્રલ ઝોનની જાહેર રસ્તાઓ ઉપરની દબાણો સહિતની સમસ્યાઓ પૈકીની ઠેરઠેર કચરાના ઢગલાનું જાહેર પ્રદર્શન આમ વાત બની છે.

એક સમયે મોટા કન્ટેઈનરો મુકાતા હતા, એ પણ બેહદ ઉભરાઈને એની ઉપર કાગડા, કૂતરાનું ન્યૂસન્સ રહેતુ તો આસપાસ ગાય, બકરી અને રખડતા ઢોર ગંદકી ફેલાવતા રહેતા. હવે કન્ટેઈનરો કોન્ટ્રેક્ટ સિસ્ટમમાં આવી જવાથી પણ એક તરફ ખર્ચનું પ્રમાણ ખૂબ વધવા પામ્યુ છે તો બીજીતરફ સમયસર કચરો કલેક્ટ ના થવાથી અબૂધો ઘરેથી રસ્તાઓ ઉપર પોતાના વાહન પર ઘરનો ભેગો થયેલો લઈ જઈ મનફાવે એમ ફેંકતા નજરે પડે છે. જે જોનારાને ખટકે એ સ્વાભાવિક છે.. આવા દૂષણો ક્યારે અટકશે?
સોનીફળિયા, સુરત –  પંકજ મહેતા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top